સેલિબ્રિટીઝનો ક્રેઝ કંઇક એવો હોય છે કે ચાહકો તેમના માટે કંઇ પણ કરવા તૈયાર રહે છે. કયારેક તેઓ ગિફટ મોકલી તો કયારેક તેઓ તસવીરો અને વીડિયો બનાવી ફેવરેટ સ્ટાર માટે પ્રેમ જાહેર કરતા રહે છે. આટલું જ નહિ, લોકો તેમના ફેવરેટ સ્ટારના શુટ લોકેશન કે તેમના ઘરની બહાર પણ પહોંચી જતા હોય છે કેમ કે તેઓ તેમના ઇમોશન્સને એક્સપ્રેસ કરી શકે.

હાલમાં આવું જ કંઇક બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જોવા મળ્યુ. 9 જુલાઇના રોજ જાહ્નવી તેના વર્કઆઉટ બાદ પાઇલેટ્સ સ્ટુડિયોથી બહાર નીકળી અને કાર તરફ જઇ રહી હતી ત્યારે એક ચાહક ગેટની બહાર ઊભો હતો, તેના હાથમાં એક મોટુ ગિફ્ટ હતુ.

અભિનેત્રીની જેવી જ નજર પડી કે તે તેને મળવા પહોંચી, આ ચાહક રાજસ્થાનની મુંબઇ જાહ્નવી કપૂરને મળવા આવ્યો હતો. જાહ્નવીની રિકવેસ્ટ પર સિક્યોરિટી ગાર્ડે ચાહકને અંદર આવવાની પરમિશન આપી. અભિનેત્રીએ તેની સાથે તસવીર પણ ક્લિક કરાવી. એટલું જ નહિ તેણે ચાહકની ગિફ્ટનો સ્વીકાર પણ કર્યો અને તેને ખોલ્યા બાદ તે સીધી કારમાં બેસીને નીકળી ગઇ.

જાહ્નવી કપૂરે તેના બોડીગાર્ડને તેનુ બેગ અને ફોન આપ્યો અને તે ચાહક સાથે મળવા માટે ગઇ. તેના ચાહક સાથેનો તેનો વ્યવહાર સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે, જાહ્નવીના ચાહકો તેની પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ કે, બધા સ્ટાર્સે તેમના ચાહકો સાથે આવો જ વ્યવહાર કરવો જોઇએ.

આમ તો આ વસ્તુ નોર્મલ હતી પરંતુ જાહ્નવીનો ચાહક પ્રત્યે જે રીતનો એટિટયૂડ હતો તેના માટે તેને ટ્રોલ કરવામાં આવી. જેવો વીડિયો વાયરલ થવા લાગ્યો કે લોકોની અલગ અલગ કમેન્ટ્સ આવવા લાગી.

જયાં એક યુઝરે લખ્યુ કે, કહ્યુ કે, જાહ્નવીએ ચાહકને એટિટયૂટ બતાવ્યો, તો બીજાએ કહ્યુ કે, તેણે ગિફટ રેપને જમીન પર છોડી દીધુ અને ઉઠાવ્યુ પણ નહિ. એક અન્ય યુઝરે લખ્યુ કે, આ આવી રૂડ કેમ છે. એક્ટિંગ તો આવડતી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, જાહ્નવી છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા હતા. હવે તે “દોસ્તાના 2” “તખ્ત” “ગુડ લક જેરી” જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram