આખા ગુજરાતમાં પ્રખ્યાત એવી જામનગરની ડ્રાયફ્રૂટ કચોરી બને છે આધુનિક મશીનો દ્વારા, જુઓ આજ પહેલા ક્યારેય નહિ જોયો હોય વીડિયો

ગુજરાતીઓ ખાણીપીણીના ખુબ જ શોખીન હોય છે. વાર તહેવારે દરેક જરાતીના ઘરમાં જાત ભાતના પકવાન બનતા હોય છે. તો ઘણી એવી વાનગીઓ પણ હોય છે જે આપણે બજારમાંથી તૈયાર લાવીએ છીએ, કારણે બજારમાં મળતી એવી વાનગી આપણે આપણા ઘરમાં બનાવી શકતા નથી, પરંતુ ઘણા ફૂડ બ્લોગર દ્વારા આવી વાનગીઓ કેવી રીતે બને છે તેની આખી પ્રોસેસ બતાવવામાં આવતી હોય છે.

ત્યારે મોટાભાગના લોકોએ જામનગરની પ્રખ્યાત ડ્રાય કચોરી અને ડ્રાયફ્રૂટ કચોરી જરૂર ખાધી હશે, જામનગરની આ કચોરી આંગળા ચાટતા રહી જાવ તેવી હોય છે અને આ કચોરીને એક ખાસ વાત એ પણ છે કે તેને થોડા દિવસ સુધી સાચવી પણ રખાય છે અને તેનો સ્વાદ પણ માણી શકાય છે. ત્યારે હાલમાં જ એક ફૂડ બ્લોગર દ્વારા જામનગરની પ્રખ્યાત જૈન વિજય ફરસાણ માર્ટની કચોરી કેવી રીતે બને છે તે જોવા મળી રહ્યું છે.

જૈન વિજય ફરસાણ માર્ટમાં આમતો ઘણી પ્રકારની વસ્તુઓ મળે છે, તેમજ મીઠાઈઓ પણ મળે છે, પરંતુ આ દુકાન આખા ગુજરાતમાં તેમની કચોરી માટે પ્રખ્યાત છે. ત્યારે વીડિયોની અંદર ડ્રાયફ્રૂટ કચોરી કેવી રીતે બની રહી છે તે સમગ્ર પ્રોસેસ બતાવવામાં આવી છે. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે કચોરીનો લોટ બાંધવાથી લઈને તેને પેકીંગ કરવા સુધીની તમામ પ્રોસેસ જોઈ શકાય છે.

આ વીડિયોમાં દુકાનમાં રહેલા એક ભાઈ આખી પ્રોસેસ સમજાવે છે, જેમાં લોટ કેવી રીતે બંધાઈ રહ્યો છે તે બતાવવામાં આવ્યું છે, સાથે જ મસાલામાં ભાવનગરના ગઢીયાનો મસાલો ઉપરાંત તેની અંદર ડ્રાયફ્રૂટ નાખતા પણ બતાવવામાં આવ્યા છે. આ મસાલાને થોડું પાણી નાખીને મિક્સ કરવામાં આવે છે.

ત્યારબાદ આ મસાલાના એક મશીન દ્વારા કચોરીની સાઈઝના લુવા બની જાય છે, અને આ લુવા બીજા એક મશીનમાં જાય છે, જ્યાં પહેલાથી જ કચોરીનો લોટ તૈયાર હોય છે. જેની અંદર મસાલો અને લોટ બંને મિક્સ થઈને કચોરી આકારના લુવા બને છે અને પછી મશીનમાંથી બહાર આવે છે.

વીડિયોમાં આગળ જોઈ શકાય છે કે લુવા બનીને જેવા આવે છે કે તેને તરત તળવામાં આવે છે. આ કચોરી તેના શાનદાર રંગમાં પણ આવી જાય છે અને ત્યારબાદ તેને ઓટોમેટિક મશીન દ્વારા ડબ્બામાં પેક કરવામાં આવે છે. આ કચોરીના ભાવ વિશે દુકાનમાં રહેલા વ્યક્તિ જણાવી રહ્યા છે ડ્રાયફ્રૂટ કચોરીનો એક કિલોનો ભાવ 700 રૂપિયા છે, જયારે ડ્રાય કચોરીનો ભાવ એક કિલોના 320 રૂપિયા છે.

સોશિયલ મીડિયામાં આ કચોરીનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને ગુજરાત બહારના લોકો પણ આ કચોરીનો સ્વાદ માણવા માટે ઉત્સુક થઇ રહ્યા છે. ગુજરાતના ઘણા શહેરોની અંદર આ કચોરી ઉપલબ્ધ છે તેમાં પણ વીડિયોની અંદર જરૂર જોવા મળી રહ્યું છે.

Niraj Patel