આ મામૂલી બાબતે મોટી બહેને નાની બહેનોનો કરાવ્યો હતો ગેંગરેપ, 6 લોકોની ધરપકડ

જયપુરથી ગેંગરેપનો એક મોટો મામલો સામે આવ્યો છે જેમાં સાથ નહિ આપવા પર નારાજ મોટી બહેને જ તેની 2 નાની સગીર બહેનોનો ગેંગરેપ કરાવ્યો હતો. મામલો સામે આવ્યા પછી અત્યાર સુધી પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

ગેંગરેપની આ ઘટના જયપુરના પ્રતાપ નગરમાં થઇ હતી. 2 મેં ના રોજ બે સગી બહેનની સાથે ગેંગરેપના મામલે પ્રતાપ નગર પોલીસને મોટી સફળતા મળી હતી. પોલીસની કાર્યવાહી કરતા 6 લોકોને ગેંગરેપના મામલામાં ધરપકડ કર્યા હતા. પકડાયેલા લોકોમાં 3 સગીર પણ હતા. પોલીસના મતે ગેંગરેપ કરવાની બાબતે બંને બહેનોની મોટી બહેન જોડે બીજા 2 લોકોની ધરપકડ કરી હતી.

આરોપીમાં દયારામ, રવિન્દ્ર મીણા અને બંને સગી બહેનોની મોટી બહેન પણ જોડાયેલી હતી. પોલીસના કહેવા પ્રમાણે મોટી બહેનને તેની બંને નાની બહેનો જોડે અણબનાવ ચાલતો હતો. બંને સગીર બહેનો તેની મોટી બહેનના બોયફ્રેન્ડની જોડે રહેવા પર વાંધો ઉઠાવ્યો હતો. આ અણબનાવના કારણે સગી બહેને તેના બોયફ્રેન્ડ સાથે મળીને આ ખરાબ કામને અંજામ આપ્યું.

યોજના હેઠળ સગી બહેનના બૉયફ્રેંડે તેના મિત્રો સાથે મળીને પહેલા બંને નાની બહેનોને કિડનેપ કરી અને બંદૂક બતાવીને ગેંગરેપની વારદાતને અંજામ આપ્યો. તેના પછી બદમાશો બંને બહેનોને બસ સ્ટોપ પર મૂકીને ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટના પછી બંને બહેનોએ પ્રતાપનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદ લખાવ્યા બાદ પોલીસે બધા આરોપીને પકડી લીધા હતા. પોલીસ બધા આરોપી જોડે પૂછતાછ કરી રહી છે.

Patel Meet