દર્દનાક ઘટના: મામાની ટ્રકના કેબિનમાં રમી રહ્યા હતા ચાર માસુમ ભાણિયાઓ, અચાનક લાગી ગઈ આગ અને ચારેય થઇ ગયા ભડથું

એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તો બીજી તરફ કેટલીક એવી ઘટનાઓ પણ બને છે જેને સાંભળીને આપણે પણ હચમચી ઉઠીએ. હાલ એવી જ એક ઘટના રાજસ્થાનના અલવર જિલ્લામાં બની છે.

અલવરના રામગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે સાંજે એક ઉભેલી ટ્રકમાં આગ લાગી ગઈ જેમાં ચાર માસુમ બાળકો બળીને ભડથું થઇ ગયા. પોલીસ સ્ટેશનના અધિકારી રામનિવાસ મીણાએ જણાવ્યું કે ચોમાં ગામની અંદર એક ઉભેલા ટ્રકની અંદર ચાર બાળકો રમી રહ્યા હતા.

આ ટ્રકની અંદર સંભવતઃ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ, જેમાં ચારેય બાળકોના સળગીને મોત થઇ ગયા. ત્રણ બાળકોના મોત શનિવાર રાત્રે સારવાર દરમિયાન થયા, જ્યાંરે એક બાળકે રવિવારે સારવાર દરમિયાન દમ તોડી દીધો.

તેમને એમ પણ જણાવ્યું કે મૃતક બાળકોની ઓળખ અમાન (8), શાહરુખ (8), અજજી (5), ફૈજાન (6)ના રૂપમાં કરવામાં આવી છે, ચારેય બાળકો મામાના ઉભેલા ટ્રકના કેબિનમાં રમી રહ્યા હતા.

પરિવારજનોના આગ્રહ ઉપર ચારેય બાળકોના શબ પોસ્ટમોર્ટમ કર્યા વગર પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા. હાલમાં આ સંદર્ભમાં કોઈ મામલો દાખલ નથી કરવામાં આવ્યો.

Niraj Patel