એક ના થઇ શકવાના કારણે પ્રેમી પંખીડાઓએ સુસાઇડ નોટ લખીને નહેરમાં ઝંપલાવ્યું, કહ્યું “સાથે જીવી ના શક્ય પરંતુ…”

આજકાલના યુવાનો પ્રેમ અને પરીક્ષામાં અસફળતા મળવાના કારણે પોતાનું જીવન ટૂંકાવી દેતા હોવાના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. હાલ એવો જ એક કિસ્સો દિયોદરના જાડા ગામમાંથી સામે આવ્યો છે, ક્યાં એક પ્રેમી યુગલે નોખા પાસે આવેલી નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર દિયોદર તાલુકાના જાડા ગામે રહેતા શ્રવણ જોરજી ઠાકોર અને ગામમાં જ રહેતી નર્મદાબેન બંને એક બીજાને પ્રેમ કરતા હતા, પરંતુ સામાજિક સંબંધોમાં તે બંને એકબીજાના માસીયાઈ ભાઈ બહેન હોવાના કારણે સમાજ તેમના સંબંધોને નહિ સ્વીકારે તેવા ડરના કારણે તેમને નર્મદા કેનાલમાં ઝંપલાવીને પોતાની જીવન ટૂંકાવી દીધું હતું.

આ સાથે મોતને વહાલું કરતા પહેલા તેમને એક સુસાઇડ નોટ પણ લખી હતી જેની અંદર તેમને પોતે સાથે જીવી ના શક્યા પરંતુ તેમનો સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.

બંને લોકોના નહેરમાં કુદવાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તરવૈયાઓની મદદ દ્વારા તેમની શોધખોળ શરૂ કરી હતી. બંને યુવક યુવતીની લાશ બપોરે શોધખોળ દરમિયાન મળી આવી હતી. ત્યારબાદ બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે દિયોદર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ મામલામાં દિયોદર પોલીસ દ્વારા મોતનો ગુન્હો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. યુવકે મરતા પહેલા પોતાના માતા-પિતાને સોરી કહેતી સુસાઇડ નોટ લખી હતી જેમાં તેને એમ પણ જણાવ્યું હતું કે તે બંને એકબીજા વિના નહીં રહી શકે.

Niraj Patel