આ કેદીઓએ કાટ લાગી ગયેલા ચમચાથી જેલમાં ખોદી નાખી સુરંગ, 6 કેદીઓ થઇ ગયા ફરાર, જુઓ વીડિયો

જેલમાં સુરંગ ખોદીને એવી રીતે ભાગ્યા 6 કેદીઓ કે પોલીસ પણ પ્લાનિંગ જોઈને માથું ખંજવાળતી રહી ગઈ.. જુઓ વીડિયો

જેલમાં રહેલા કેદીઓ ભાગવા માટે અવનવા હથકંડા અપનાવતા આપણે જોયા છે,  ફિલ્મોમાં પણ આપણે ઘણા ચોરને શાતિર રીતે જેલમાંથી ફરાર થતા જોયા હશે. આવા સીન જોઈને આપણને પણ હેરાની ચોક્કસ થતી હશે. પરંતુ આ બધા વચ્ચે એક એવી ખબર આવી રહી છે જે કોઈ ફિલ્મની નહિ પરંતુ રિયલ લાઈફની છે. જેમાં એક બે નહિ પરંતુ 6 કેદીઓ દિમાગ લગાવી જેલમાં સુરંગ કરીને ફરાર થઇ ગયા છે.

આ ઘટના બની છે ઈઝરાયલમાં. જ્યાંની સૌથી સુરક્ષિત માનવામાં આવનારી જેલની અંદર સુરંગ બનાવીને 6 ફિલીસ્તીની કેડી ભાગવામાં સફળ રહ્યા છે. આ કેદીઓએ ફિલ્મી સ્ટાઇલમાં આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હતો. તેમના ભાગવા પાછળની આ કહાની કોઈ ફિલ્મી સ્ટોરીથી જરા પણ કમ નથી.

આ 6 ફિલીસીટીનીઓએ કાટ લાગી ગયેલા ચાંચનો ઉપયોગ કરી અને જેલમાં સુરંગ ખોદી હતી. જે ચમચાને તેમને જેલમાં જ છુપાવીને રાખ્યો હતો. કેદીઓએ જેલમાંથી ભાગવા માટે એજ ચમચાથી સુરંગ ખોદી નાખી અને તે સુરંગમાંથી જ તે ફરાર પણ થઇ ગયા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે છ ફિલીસ્તીની કેદીઓએ સોમવારના રોજ સિંકની નીચે ખોદેલી સુરંગના માધ્યમથી એક ઇઝરાયલી જેલમથી નીકળી ગયા. જેમાં એક ટોપ આતંકવાદી પણ સામેલ હતો. કેદીઓએ સુરંગ ખોદવા માટે કાટ લાગેલા ચમચાનો ઉપયોગ કર્યો હતો. ભાગવા વાળામાં એક અલ-અક્સાનો પૂર્વ આતંકવાદી પણ હતો. જયારે પાંચ અન્ય ગાજા સ્થિત સંગઠન સાથે સંબંધ ધરાવતા હતા.

આ કેદીઓ ગિલબોઆ જેલમાં સુરંગ બનાવી ભાગી ગયા છે. આ જેલ પશ્ચિમી તટના ઉત્તરમાં સ્થિત છે અને સૌથી સુરક્ષિત જેલ પણ માનવામાં આવે છે. કેદીઓએ જેલના બાથરૂમમાંથી બહાર સુધી સુરંગ ખોદી નાખી. હાલમાં ઈઝરાઈલના અધિકારીઓનું કહેવું છે કે તેમને રસ્તા ઉપર બેરિકેડ લગાવ્યા છે અને વિસ્તારમાં નજર પણ રાખવામાં આવી રહી છે. લગભગ 400 કેદીઓને બીજી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

Niraj Patel