ઇસ્કોન બ્રિજ પર મોતને ભેટેલા લોકોમાં બોટાદના 3 યુવકો, મૃતદેહ ઘરે પહોંચતા જ સર્જાયા એવા દ્રશ્યો કે….આખુ ગામ હિબકે ચઢ્યુ

બોટાદના 3 યુવકો ભોગ, મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે આખું ઘર ભાંગી ગયું,  આખું ગામ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યું, જુઓ તસવીરો

અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર 19 તારીખે મધરાતે થયેલા ગમખ્વાર અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે, તે 10 લોકોમાંથી ત્રણ બોટાદના યુવાનો હતા. તેમના મૃતદેહ તેમના વતન ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારે પોતાના વ્હાલસોયાના મૃતદેહ જોઇ પરિવારે આક્રંદે મચાવ્યું હતું. રોનક મૂળ સુરેન્દ્રનગરના ચુડાનો ચાસકા ગામનો વતની હતો, તેનો મૃતદેહ પહોંચતાની સાથે જ પરિવારે પોક મૂકી હતી અને આ દરમિયાન ખૂબ જ હ્રદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.

બોટાદના 3 યુવાનોને ભરખી ગઇ જેગુઆર
રોનકની અંતિમ વિધિ કરવામાં આવી તે સમયે બધાની આંખમાં આંસુ આવી ગયા હતા. બોટાદના બીજા બે યુવાન અક્ષર ચાવડા અને કૃણાલ કોડિયાના મૃતદેહ પણ બોટાદ ખાતે લાવવામાં આવ્યા હતા અને તે દરમિયાન પણ ઘણા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. માતા-પિતાએ પુત્ર ગુમાવ્યો તો એક ભાઈએ બીજા ભાઈને ગુમાવ્યો. ખાલી મૃતકોના પરિવારમાં જ નહીં પણ સમગ્ર ગામમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું હતું. મૃત્યુ પામેલ યુવાનો પંચ મહાભૂતમાં વિલીન થતા સ્મશાન ખાતે હાજર લોકો પણ શોકમગ્ન બની ગયા હતા.

મૃતદેહ વતન પહોંચતા જ સર્જાયા ભાવુક દ્રશ્યો
બોટાદના આ ત્રણેય યુવાનો તેમની કારકિર્દી અર્થે અમદાવાદ ખાતે અભ્યાસ કરતા હતા, અક્ષરે BDA પૂર્ણ કર્યુ હતું તે એમબીએના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ આવ્યો હતો. તે તેના માતા-પિતાનો એકનો એક દીકરો અને તેની બહેનનો એકનો એક ભાઇ હતો. રોનક સિવિલ એન્જિનિયરનો અમદાવાદ કરતો હતો અને કૃણાલ કોડિયાએ બે મહિના પહેલા જ શિક્ષક તરીકેની નોકરી મેળવી હતી.

સૌજન્ય : ગુજરાત ફર્સ્ટ

Shah Jina