માં-બાપ છૂટાછેડા લે તો દીકરીની કેવી હાલત થાય? જુઓ આમિરની દીકરીએ શું કર્યું
બોલિવુડના મિસ્ટર પરફેકટનિસ્ટ આમિર ખાન અને કિરણ રાવ આ દિવસોમાં તેમના તલાકને કારણે ચર્ચામાં છે. આમિર ખાન અને કિરણ રાવના અલગ થવાની ચર્ચા છે અને લોકો તેમની રીતે રાય પણ રાખી રહ્યા છે. હવે આ બધા વચ્ચે આમિર ખાનની લાડલીની પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહી છે.
પિતા આમીર ખાનના તલાક બાદ આઇરા ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જે ઘણો વાયરલ થઇ રહ્યો છે. આઇરા આ વીડિયોમાં ચીઝ કેક ખાતી જોવા મળી રહી છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે આઇરા ખાન બેઠેલી છે અને કંઇક વિચારી રહી છે. પછી અચાનક તેની સામે રાખેલુ એક બોક્સ તે ખોલે છે અને તેમાં ચીઝ કેક જોઇ તે ખુશ થઇ જાય છે.
વીડિયો સાથે આઇરાએ કેપ્શનમાં લખ્યુ છે કે, બર્ન બાસ્ક ચીઝ કેક- ડેનિયલ પેટિસિએર ઝોમેટોની તસવીર ખરેખર ખૂબસુરત છે અને તસવીર જોઇ કલ્પનાઓને પૂરી રીતે પૂરા કરી દે છે. આ તમારા મોંમા પીઘળી જાય છે, વધારે મીઠી પણ નથી હોતી.
આઇરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. જો કે, આ વીડિયોનું તેના પિતા આમિર ખાનના તલાક સાથે કોઇ લેવા દેવા નથી.
તમને જણાવી દઇએ કે, આઇરા ખાન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. પર્સનલ લાઇફમાં આઇરા તેના ફિટનેસ ટ્રેનર નુપૂરને ડેટ કરી રહી છે.
આઇરા, આમિર ખાન અને તેમની પહેલી પત્ની રીના દત્તાની દીકરી છે. ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને તેમની બીજી પત્ની કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ અલગ થવાનો નિર્ણય કર્યો છે. તે તેમનાા દીકરા આઝાદને પેરેંટિંગ કરશે. તલાક બાદ પણ તે બંને સારા મિત્રો રહેશે, સાથે કામ કરશે.
View this post on Instagram