વાયરલ

જલેબી ખાવાની ના પાડતી હતી પત્ની, IPS ઓફિસરે વ્યક્ત કર્યું દુઃખ અને પછી નારાજ થયેલી પત્નીએ આપ્યો જોરદાર રિપ્લાય

આપણા ગુજરાતીમાં એક કહેવત છે. “ગળ્યું એટલું ગળ્યું.. બાકી બીજું બળ્યુ”. મોટાભાગના લોકો ગળ્યું ખાવાના શોખીન હોય છે અને તેમાં પણ જો જલેબી મળી ગયી તો રાજીના રેડ થઇ જવાય. પરંતુ જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય છે તે લોકો અને જે લોકો ડાયટનું પાલન કરતા હોય છે તે લોકો જલેબી ઓછી અથવા તો સાવ નથી ખાતા. પરંતુ હાલમાં એક IPS અધિકારીએ જલેબી ખાવાને લઈને જે ટ્વીટ કરી છે તે ખુબ જ વાયરલ થઇ રહી છે.

આઇપીએસ અધિકારી સંદીપ મિત્તલે ટ્વીટ કરીને જણાવ્યું કે “જયારે નાના હતા ત્યારે 25 પૈસાની એક જલેબી આવતી, ત્યારે વિચારતા મોટા થઈને કમાઈશું અને ત્રણ-ચાર જલેબી રોજ ખાઈશું… હવે કમાવવા લાગ્યા તો પત્ની જલેબી ખાવા જ નથી દેતું !” આઇપીએસ અધિકારીની આ ટ્વીટનો જવાબ તેમની પત્નીએ આપ્યો છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે.

આઇપીએસ અધિકારી સંદીપ મિત્તલની પત્ની ડો. રિચા મિત્તલે ટ્વીટ કરીને જવાબ આપ્યો છે કે, “આજે તમે ઘરે આવો !”  બસ પછી તો ટ્વીટર ઉપર યુઝર્સ કોમેન્ટ કરવા લાગી ગયા છે. ઘણા યુઝર્સ આઇપીએસ અધિકારીને અલગ અલગ સલાહ પણ આપવા લાગ્યા છે.