ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની શરૂઆત લગભગ એક મહિનાથી થઇ ગઈ છે. આ સમય દરમિયાન, એક કરતા વધુ ઉત્તેજક મેચ જોવા મળી રહી છે. 18 મી સીઝનમાં ઘણા નવા ચહેરાઓ તેમની છાપ છોડી રહ્યા છે. મેચ દરમિયાન, જ્યારે ચોકો કે છક્કો અથવા વિકેટ પડે તયારે ચાહકો સાથે ચીયરલિડર્સ પણ ઉજવણી કરે છે.આનાથી આઇપીએલમાં ગ્લેમરનો તડકો પણ લાગે છે. માત્ર પ્લેયર્સ જ નહીં, ચીયરલિડર્સ પણ મેચ દરમિયાન માહોલ બનાવે છે.
એવામાં પ્રશંસકોના મનમાં પ્રશ્ન ઉભો થાય છે કે આ ચીયરલિડર્સ કોણ છે અને તેઓ ક્યાંથી આવે છે. તેમની પસંદગી કેવી રીતે થાય છે. સાથે જ તેઓને કેટલો પગાર મળે છે. તો ચાલો આ પ્રશ્નોના જવાબો જાણીએ.આઈપીએલમાં જોવા મળતા મોટાભાગના ચીયરલિડર્સ રશિયા, યુક્રેન, બ્રાઝિલ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાંથી આવે છે. ફક્ત આ જ નહીં, કેટલાક ભારતીયો પણ આ વ્યવસાયમાં છે. જો કે, મોટાભાગની ફ્રેન્ચાઇઝી વિદેશી ચીયરલિડર્સને પસંદ કરે છે. પુણે વોરિયર્સ ભારત માટે ભારતીય ચીયરલિડર્સની ઉજવણી કરતા દેખવામાં આવી ગઈ છે. પગાર વિશે વાત કરતા, વિવિધ ફ્રેન્ચાઇઝી ચીયરલિડર્સને વિવિધ પગાર આપે છે.
માત્ર આ જ નહીં, તેઓને કેટલીક અન્ય સુવિધાઓ અને પ્રોત્સાહનો પણ મળે છે.મીડિયા અહેવાલો અનુસાર, કોલકાતા નાઈટ રાઇડર્સ 24 થી 25 હજાર, મુંબઇ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 હજાર, ચેન્નાઈ સુપર કિંગ્સ 17,000 પન્જાબ કિંગ્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ ચીયરલિડર્સને મેચ દીઠ 12 થી 15 હજાર રૂપિયા આપે છે. આ સાથે, જો ટીમ સારું પ્રદર્શન કરે છે, તો ચીયરલિડર્સને બોનસ પણ મળે છે.
પગાર સિવાય, ફ્રેન્ચાઇઝ ચીયરલિડર્સને કેટલીક અન્ય સુવિધાઓ પણ પ્રદાન કરે છે. આમાં મુસાફરી ખર્ચ, હોટેલ સ્ટેની સુવિધા, ભોજન અને મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ છે.ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ચીયરલિડર્સની પસંદગીની પ્રોસેસ અલગ અલગ હોઈ છે. સૌ પ્રથમ, ચીયરલિડર્સ પાસે ઓનલાઇન અને ઓફલાઇન ઓડિશન્સ થાય છે. આ સમય દરમિયાન તેમની ડાન્સઇંગ સ્કિલ જોવામાં આવે છે. આઇપીએલમાં ચીયરલિડર્સ બનવા માટે ફેન્ટાસ્ટિક ડાન્સ મૂવ્સ જરૂરી છે.
આ સિવાય, ચીયરલિડર્સમાં એનર્જી અને સ્ટેમિના હોવો જરૂરી છે.આ બંને સિવાય, તેમનો આત્મવિશ્વાસ અને કોમ્યુનિકેશન સ્કિલ પણ જોવા મળે છે. ચીયરલિડરોએ લાખો લોકોની સામે પર્ફોર્મ કરવાનું હોઈ છે. ઘણી વાર તેઓએ ચાહકો અને મીડિયા સાથે પણ વાત કરવી પડે છે. આઈપીએલ ફ્રેન્ચાઇઝી સીધી ચીયરલિડર્સ પસંદ કરતી નથી. આ માટે એજન્સીનો આશરો લેવામાં આવે છે.