સ્કૂલમાં 16 વર્ષની છોકરીનું મૃત્યુ થતા આજુબાજુ બધા ડરી ગયા, મૃત્યુનું કારણ તમને સ્તબ્ધ કરી દેશે, માં-બાપ જલ્દી થાઓ સાવધાન 

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મોતના ઘણા ચોંકાવનારા કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર કેટલાક લોકોને હાર્ટ એટેક આવતા તેમનું મોત થાય છે પણ તે ઘટના જે રીતે બને છે તે ઘણી જ આશ્ચર્યજનક હોય છે. હાલમાં એક ઘટના સામે આવી જેમાં એક 16 વર્ષિય વિદ્યાર્થીનું હાર્ટ એટેક આવવાને કારણે મોત થઇ ગયુ. આ ઘટના મધ્યપ્રદેશના ઇન્દોરની છે.

પ્રતિકાત્મક તસવીર

દીકરીના નિધનથી શોકમાં ડૂબેલા પરિવારજનોએ માણસાઇની મિસાલ પેશ કરતા તેની આંખો દાનમાં આપી હતી. વૃંદા ત્રિપાઠી ઉષા નગર ક્ષેત્રમાં સ્થિત છત્રપતિ શિવાજી વિદ્યાલયમાં 25 જાન્યુઆરીના રોજ ચાલતા-ચાલતા અચાનક પડી ગઇ. સ્કૂલમાં તેને હોંશમાં લાવવા માટે તેના ચહેરા પર પાણી છાંટવામાં આવ્યુ પણ બેસુધ બનેલ રહેવા પર તેને નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવી.

ડોક્ટરો અનુસાર, હોસ્પિટલ લાવ્યા પહેલા તેના શ્વાસ થમી ચૂક્યા હતા. ડોક્ટરોએ તેને CPR આપ્યો અને બીજા પણ ઉપાય કર્યા પણ વૃંદા હોંશમાં ન આવી શકી અને બાદમાં તેને મૃત ઘોષિત કરવામાં આવી. વૃંદાને હાર્ટ એટેક આવ્યો હતો.

પ્રતિકાત્મક તસવીર

ડોક્ટરોનું કહેવુ છે કે કદાચ શીતલહેર એટલે કે કડકડતી ઠંડીને કારણે તેને અચાનક હાર્ટ એટેક આવ્યો. જ્યારે તેને હાર્ટ આવ્યો ત્યારે તે સ્કૂલમાં ગણતંત્ર દિવસ પર સ્કૂલમાં આયોજિત કાર્યક્રમના સંચાલનની તૈયારી કરી રહી હતી. ઈન્દોર સોસાયટી ફોર ઓર્ગન ડોનેશન સાથે સંકળાયેલ સામાજિક સંસ્થા ‘મુસ્કાન ગ્રુપ’ના સ્વયંસેવકે જણાવ્યું કે વૃંદાના મોત બાદ તેના પરિવારના સભ્યોની સંમતિથી તેની આંખોનું દાન કરવામાં આવ્યું હતું.

વૃંદાના મામાએ કહ્યું કે અમે વૃંદાને ગુમાવી છે. અમે તેની આંખો દાન કરવાનું નક્કી કર્યું જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ તેની આંખો દ્વારા આ સુંદર દુનિયા જોઈ શકે. વૃંદાના મૃતદેહનું ગુરુવારે જિલ્લા હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 16 વર્ષની વિદ્યાર્થીનીની ઠોડી પર ઈજાના નિશાન મળી આવ્યા હતા અને તે બેભાન અવસ્થામાં જમીન પર પડવાને કારણે થયું હોવાનું જણાયું હતું. તેમણે કહ્યું કે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર વિદ્યાર્થીનીનું મોત કાર્ડિયાક અરેસ્ટથી થયું છે.

Shah Jina