હવે ઇન્ડિગો ફ્લાઇટમાં એર હોસ્ટેસ સાથે હાથાપાઇસ નશામાં ધૂત યાત્રિઓએ કેપ્ટન સાથે પણ કરી બદ્તમીઝી
એર ઇન્ડિયાની ફ્લાઇટમાં વૃદ્ધ મહિલા યાત્રી સાથે દુર્વ્યવહારનો મામલો લોકોના ઝહેનમાંથી તો હજુ ઉતર્યો પણ નહોતો અને વધુ એક આવી ખબર સામે આવી. એક પ્રાઇવેટ વિમાનની કંપનીની ફ્લાઇટમાં મહિલા સાથે અશિષ્ત વ્યવહાર કરવાનો મામલો સામે આવ્યો છે. આ વખતની ઘટના ઇન્ડિગો એરલાઇનની એક ફ્લાઇટ સાથે જોડાયેલી છે. દિલ્લીથી પટના જઇ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં નશામાં ધૂત 3 યુવકોએ એર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કર્યો.
ત્રણેય આરોપી યાત્રિઓએ એર હોસ્ટેસ સાથે હાથાપાઇ કરી. એર હોસ્ટેસ સાથે હાથાપાઇની સૂચના જ્યારે વિમાનના કેપ્ટન પાસે પહોંચી તો તે ત્યાં પહોંચ્યા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આરોપી યાત્રિઓએ તેમની સાથે પણ બદ્તમીઝી કરી અને હાથાપાઇ કરી. આ પૂરી ઘટના દિલ્લીથી પટના જવા દરમિયાન થઇ. પટના એરપોર્ટ પર ફ્લાઇટ લેન્ડ કર્યા બાદ તાત્કાલિક પૂરા મામલાની જાણકારી સીઆઇએસએફને આપવામાં આવી.
પટના પોલિસે ત્યાં પહોંચી બે લોકોને હિરાસતમાં લીધા. હાલ તો તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટના વિશે એ પણ કહેવાઇ રહ્યુ છે કે એક યુવક એરપોર્ટથી નીકળી ફરાર થઇ ગયો. તેની ઓળખ કરવામાં આવી રહી છે. આ પૂરા મામલામાં એકઆઇઆર એરપોર્ટ પોલિસ સ્ટેશનમાં દાખલ કરાવવામાં આવી છે. હાલ બે આરોપી યાત્રિઓને હિરાસતમાં લઇને ઘટના વિશે જાણકારી એકઠી કરવામાં આવી રહી છે.
આ પહેલા ન્યૂયોર્કથી દિલ્લી જઇ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બિઝનેસ ક્લાસથી યાત્રા કરી રહેલ એક વૃદ્ધ મહિલા યાત્રી પર નશામાં ધૂત એક પેસેન્જરે પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. આ મામલો 26 નવેમ્બર 2022નો હતો. મહિલા યાત્રીની ફરિયાદ બાદ આ મામલે કાર્યવાહી થઇ અને આરોપી શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી હતી. ઘટના બાદ અમેરિકી વિત્તીય સેવા ફર્મ વેલ્સ ફાર્ગોમાં વાઇસ પ્રેસિડન્ટ રહેલ શંકર મિશ્રાને કંપનીએ નોકરીમાંથી હટાવી દીધો છે.