વધુ એક ભારતીય વિદ્યાર્થીનીનું અમેરિકામાં મોત, માતાએ કરી હતી લાપતા દીકરાને શોધવાની અપીલ, હવે યુનિવર્સિટી કેમ્પસમાંથી મળી લાશ

અમેરિકામાં લાપતા થયેલ ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્યનું મોત, ઝુક્રો લેબોરેટરી પાસેથી મળી લાશ, વાંચો ડરામણી ઘટના

અમેરિકાના ઈન્ડિયાના રાજ્યમાં સ્થિત પ્રતિષ્ઠિત પર્ડ્યૂ યુનિવર્સિટીના ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. યુનિવર્સિટીએ આ વાતની પુષ્ટિ કરી છે. ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્ય રવિવારે ગુમ થયો હતો. ઝુક્રો લેબોરેટરી પાસે નીલનો મૃતદેહ મળી આવ્યા બાદ ટિપ્પેકનો કાઉન્ટી કોરોનર ઓફિસના અધિકારીઓને એલર્ટ કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીના કોમ્પ્યુટર સાયન્સ વિભાગના અંતરિમ પ્રમુખે સોમવારે ડિપાર્ટમેન્ટને મોકલેલા ઈમેલમાં જણાવ્યું હતું કે, “ખૂબ જ દુખ સાથે હું તમને સૂચિત કરી રહ્યો છું કે અમારા એક વિદ્યાર્થી નીલ આચાર્યનું અવસાન થયું છે. કોમ્પ્યુટર સાયન્સ વિભાગ તેના નિધન પર ઊંડું દુઃખ વ્યક્ત કરે છે. તેમના જવાથી ખૂબ જ દુખી છું. મારા સંવેદનાઓ તેના મિત્રો, પરિવાર અને અસરગ્રસ્ત તમામ લોકો સાથે છે.

નીલ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થી હતો. તેણે કોમ્પ્યુટર સાયન્સ અને ડેટા સાયન્સમાં ડિગ્રી મેળવી અને જ્હોન માર્ટિસન ઓનર્સ કોલેજમાં ભણતો હતો. નીલના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. નીલના મૃત્યુની પુષ્ટિ કરતા પહેલા તેની માતા ગૌરી આચાર્યએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું હતું, ‘અમારો પુત્ર નીલ આચાર્ય 28 જાન્યુઆરીથી ગુમ છે. તે અમેરિકાની પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે.

છેલ્લી વખત તે ઉબર ડ્રાઈવર દ્વારા જોવામાં આવ્યો હતો, તેમણે તેને પર્ડ્યુ યુનિવર્સિટી છોડ્યો હતો. જો તમને કંઈ ખબર હોય તો કૃપા કરીને અમને મદદ કરો.’ નીલ લગભગ 12 કલાકથી ગુમ હતો. શિકાગોમાં ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે આ પોસ્ટના જવાબમાં કહ્યું હતું કે, ‘વાણિજ્ય દૂતાવાસ પર્ડ્યુ યુનિવર્સિટીના અધિકારીઓ અને નીલના પરિવારના સંપર્કમાં છે, દૂતાવાસ તમામ સંભવ મદદ કરશે.’

Shah Jina