આ ચાચાએ કર્યુ ગજબનું કારનામુ, દેશી જુગાડથી બનાવી દીધી બે માળની સાયકલ- જુઓ વીડિયો

વિશ્વમાં પ્રતિભાશાળી લોકોની કોઈ કમી નથી. પરંતુ કેટલાક લોકોમાં આ કૌશલ્ય એટલુ કૂટી કૂટીને ભરેલુ છે કે જોનારાઓને પણ તેમના દાંત નીચે આંગળી દબાવવી પડે છે. ખાસ કરીને જ્યારે દેશી જુગાડની વાત આવે છે ત્યારે તો બધા જોતા જ રહી જાય એવા એવા દેશી જુગાડના વીડિયો વાયરલ થતા રહે છે.. ભારતીય લોકોના દેશી જુગાડને જોઈને ઘણી વખત દુનિયાના લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યારે હાલમાં એક એવો જ દેશી જુગાડનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ જુગાડ દ્વારા બે માળની સાયકલ બનાવી દીધી છે.આ વીડિયો જોયા પછી ચોક્કસ તમારી આંખો પણ ખુલ્લી રહી જશે.

તમને જણાવી દઈએ કે કાકાના આ દેશી જુગાડને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. યુઝર્સ વીડિયો પર ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે. જો કે, કેટલાક યુઝર્સે કાકાને સવાલ કરતા લખ્યું છે કે, ‘ચાચાએ સાઈકલ લઈ લીધી છે, પણ હવે તમે કેવી રીતે ઉતરશો?’ કાકાની સાઇકલ રસ્તા પર ચાલતા લોકોમાં કુતૂહલનો વિષય બની છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કાકા બે માળની સાઈકલ ચલાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે કાકાએ આ બે માળની સાઈકલ પોતાના હાથથી બનાવી છે.

હાલમાં આ સાયકલ લોકોમાં કુતૂહલનો વિષય છે. લોકોને સમજાતું નથી કે કાકાએ આટલી ઊંચી સાઇકલ કેવી રીતે બનાવી ! લોકો એવું પણ વિચારતા હોય છે કે આટલી ઉંચી સાઈકલ ચલાવી છે, પણ ટ્રાફિક જામ હશે તો નીચે કેવી રીતે ઉતરશે. હાલમાં સોશિયલ મીડિયા યુઝર્સ ચાચાના દેશી જુગાડને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર salman.king7650 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ સાથે યુઝરે કેપ્શન લખ્યું, ‘ચાચાની સાઇકલ.’ વીડિયો અપલોડ થયો ત્યારથી તેને 80 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તેને જોનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Salman.King (@salman.king7650)

વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ચાચા કા જુગાડ ધનસુખ હૈ’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘અંકલ તમે સાઈકલ પર કેવી રીતે આવ્યા?’. મોટાભાગના યુઝર્સે ફની પ્રતિક્રિયા આપી છે. ઘણા યુઝર્સે કાકાને સાઈકલમાં બ્રેક મારવા સહિત અનેક પ્રકારના સવાલો પૂછ્યા છે. કાકાનો આ દેશી જુગાડ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ લોકો એ પણ વિચારતા થયા છે કે તેમણે સાઈકલ તો બનાવી છે, પરંતુ તેમાં ઉતરવા અને ચઢવા માટે કઈ પદ્ધતિ અપનાવી છે ?.

Shah Jina