ભારતીય ડોક્ટર રાજકુમાર પરિવાર સાથે ફસાયા યુક્રેનની રાજધાની કિવમાં, વીડિયો શેર કરી તેમણે વ્યક્ત કર્યુ દુ:ખ

ભારતીય ડો. રાજકુમારનું આખું ફેમિલી ફસાયું કીવમાં…કહ્યું મારો દીકરો બિમાર છે, કોઈ તો બચાવો અમને……

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે. આ યુદ્ધ શરૂ થયાને 8 દિવસ થઇ ગયા છે. ત્યારે ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે અને તે લોકોને ત્યાંથી બહાર કાઢવામાં ભારત સરકાર શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. એક ભારતીય ડૉક્ટરે યુક્રેનની રાજધાની કિવમાં તેના પરિવારના સભ્યો સાથે ફસાયેલા હોવાનો દાવો કર્યો છે, જ્યારે નવી દિલ્હીમાં સરકારે કહ્યું છે કે તમામ ભારતીય વિદ્યાર્થીઓ અને નાગરિકોને સંઘર્ષગ્રસ્ત દેશમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. જયપુરના રહેવાસી ડૉ. રાજકુમાર સંતલાની, તેમની પત્ની અને તેમના બે બાળકો હજુ પણ કિવમાં છે.

આઇએએનએસ સાથે વાત કરતાં, તેમણે તેમના નિવાસસ્થાનનું સરનામું પણ શેર કર્યું જ્યાં તેઓ ફસાયેલા છે. ડો.રાજકુમારે કહ્યું કે તે તેના પરિવારના સભ્યોની સુરક્ષા માટે મોટાભાગની રાત ઘરની બાલ્કનીમાં વિતાવે છે. બુધવારે પત્રકારોને સંબોધતા ભારતના વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રિંગલાએ કહ્યું કે કિવમાં કોઈ ભારતીય બાકી નથી અને ઉમેર્યું કે કુલ કિવમાંથી 12000 ભારતીયોને બચાવી લેવાયા છે. તેમણે આઈએએનએસને કહ્યું કે જ્યારે અમને ખબર પડી કે નવી દિલ્હીમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તમામ ભારતીયોને કિવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે ત્યારે અમને ખૂબ જ દુઃખ થયું.

અમે છેલ્લા છ દિવસથી દૂતાવાસના સંપર્કમાં છીએ. એમ્બેસી અમને રાહ જોવાનું કહી રહી છે. અમે ટેક્સી લેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટેક્સી ડ્રાઇવરો પણ વધુ ચાર્જ વસૂલે છે. મારી પાસે પૈસા પણ નથી. સ્થાનિક (યુક્રેનિયન) રહેવાસીઓ અમને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બોમ્બ વિસ્ફોટો ચાર દિવસથી ચાલી રહ્યા છે. છેલ્લા બે દિવસથી ત્યાં શાંતિ હતી પરંતુ ત્યારપછી એક જોરદાર વિસ્ફોટ થયો અને ત્યારબાદ સતત ચેતવણીના સાયરન વાગ્યા. ઠંડી પણ વધી રહી છે.

રાજકુમારે વધુમાં દાવો કર્યો કે ભારતમાં એક નેતા પાસેથી મદદ માંગવામાં આવી હતી, અને તેણે અમને અહીંથી વહેલામાં વહેલી તકે બહાર કાઢવાની ખાતરી પણ આપી હતી, પરંતુ હવે અમે બધા પોતાને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. પીએચડી કરી રહેલા રાજકુમારે કહ્યું કે અમારા પાડોશીઓ હાથમાં બંદૂક લઈને લડી રહ્યા છે. મને બંદૂક પણ આપવામાં આવી હતી, પરંતુ મેં તે લેવાની ના પાડી દીધી હતી.

આ દરમિયાન કેન્દ્ર સરકારે યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને બચાવવાના પ્રયાસો તેજ કર્યા છે. આગામી બે-ત્રણ દિવસમાં યુક્રેનના પડોશી દેશોમાંથી ભારતીયોને પરત લાવવા માટે 26 વિમાનોનું સંચાલન કરવામાં આવશે. લગભગ 20,000 ભારતીયો યુક્રેનમાં ફસાયેલા છે. યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષિત વાપસી સુનિશ્ચિત કરવા માટે સરકારે ઓપરેશન ગંગા શરૂ કર્યું છે.

Shah Jina