સોશિયલ મીડિયા પર અજબ-ગજબના ફની,કોમેડી, અલગ-અલગ પ્રકારના વીડીયો વાઇરલ તમે જોતાં જ હશો. ઘણીવાર આપણે લવ સ્ટોરીના પણ કિસ્સાઓ જોતાં હોઈએ છીએ. વિદેશી છોકરી તો દેશી છોકરો અથવા તો દેશી છોકરો વિદેશી છોકરો અનેક આવી લવ સ્ટોરીઓ વિશે આપણે સાંભળતા જ હોઈએ છીએ કોઈ પ્રેમની શોધમાં વિદેશમાંથી દેશમાં આવી જાય અથવા તો દેશમાંથી વિદેશમાં સાત સમુદ્ર પાર કરી જાય. તાજેતરમાં એક ફની વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતા છોકરાને જીવનમાં સાચો પ્રેમ ન મળ્યો, તેથી આ ભારતીય છોકરો પ્રેમની શોધમાં થાઈલેન્ડ પહોંચી જાય છે. ત્યાં તેણે એક છોકરી સાથે વાત કર્યા વિના ત્રણ દિવસ સુધી રોમાન્સ કર્યો.
ના બંને એકબીજાનું નામ જાણે છે. પરંતુ જ્યારે છોકરો છોકરીને નામ પુછે છે, ત્યારે છોકરીએ પોતાનું નામ “એન્ટોનિયો” કહ્યું, અને તે એવી વ્યક્તિ હતી જેને છોકરો પહેલા છોકરી સમજી રહ્યો હતો. વીડિયો બનાવ્યા પછી તેણે છોકરીનું નામ પૂછતાની સાથે જ અવાજ સાંભળતાં જ તે બોલ્યા વિના તે ત્યાંથી ભાગી જાય છે.બોલો જેને સાચો પ્રેમ સમજતો હતો તે છોકરો નીકળ્યો.
View this post on Instagram
જણાવી દઈએ કે આ વીડીયો મનોરંજનના હેતુથી બનાવવામાં આવ્યો છે..આ વિડિયોને સૌથી પહેલા પ્રસાદ વિધાતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો હતો.તેવામાં શક્ય છે કે તેની સાથે ફરતી છોકરીને ફક્ત વીડિયો માટે એન્ટોનિયો બનાવવામાં આવી હોય. આ વીડિયો, જે એક વ્યૂહાત્મક મનોરંજન તરીકે બનાવાયું છે, તે થાઈલેન્ડની એક સાહસિક પરિસ્થિતિમાં ચિત્રિત છે. પરંતુ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇ રલ થઈ રહ્યો છે.લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.