તબાહી જ તબાહી..પાકિસ્તાનમાં અંધાધૂંધી, ભારતે પાકિસ્તાનમાં મચાવ્યો કોહરામ,ભારતીય સેનાએ જાહેર કર્યો હુમલાનો પહેલો વીડીઓ, જુઓ વિનાશ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાને અનેક ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. રાજસ્થાનથી જમ્મુ અને કાશ્મીર સુધી હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. પરંતુ ભારતની મજબૂત સેના સામે તેઓ કંઈ કરી શક્યા નહીં. ભારતના S-400 અને આકાશે તેમના તમામ હવાઈ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ તમામ ડોન હુમલા નિષ્ફળ કર્યા અને પાકિસ્તાનના ફાયરિંગનો પણ જડબાતોડ જવાબ આપ્યો.


હાલમાં પાકિસ્તાનમાં મચાવેલા કોહરામનો ભારતીય સેનાએ એક વીડિયો બહાર પાડ્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે આતંકના આકાની જમીનો પર તબાહી મચેલી જોવા મળી રહી છે. 8 અને 9 મેની રાતે પાકિસ્તાનની સેનાએ પશ્ચિમી સરહદે ડ્રોન અને અન્ય હથિયારોથી હુમલો કર્યો. આ સાથે જ જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા ઉપર પણ સતત સીઝ ફાયરનો ભંગ કર્યો હતો. આ હુમલાઓનો હેતુ ભારતની સરહદે ઘૂસણખોરી અને અસ્થિરતા ફેલાવવાનો હતો.

ભારતીય સેના પાકિસ્તાનના ફાયરિંગનો જડબાતોડ જવાબ આપી રહી છે. સેનાએ સ્પષ્ટ કર્યું કે તે દેશના સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે અને પાકિસ્તાનના કોઈ પણ નાપાક ષડયંત્રનો જવાબ પૂરી તાકાતથી અપાશે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ભારતીય સેનાએ ડ્રોનને રસ્તામાં જ ઉડાવી દીધુ છે.

Raina
error: Unable To Copy Protected Content!