ઓનલાઇન લુડો રમતા રમતા પાકિસ્તાની છોકરીને થઇ ગયો ભારતીય સાથે પ્રેમ, પોતાનો દેશ છોડીને ચાલી આવી ઇન્ડિયા, પણ પછી આવ્યો ટર્નિંગ પોઇન્ટ

પાકિસ્તાનથી ઈકરાને ભારતના છોકરા સાથે થઇ ગયો પ્રેમ, ઓનલાઇન લુડો પછી શરૂ થઈ કરમની કઠણાઈ

આજે જમાનો ઓનલાઇનનો છે અને આજે મોટાભાગના લોકોને પ્રેમ પણ ઓનલાઇન જ થતો હોય છે. આવા ઓનલાઇન બંધાયેલા સંબંધો ક્યારેક લગ્નમાં પણ પરિણમે છે તો ઘણીવાર આવી લવ સ્ટોરીઓનો સુખદ અંત નથી આવતો. આજે લોકોને ઘરના ખૂણામાં બેઠા બેઠા દૂર દેશની કોઈ યુવતી કે યુવક સાથે પણ પ્રેમ થઇ જતો હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ પ્રેમ કહાની સામે આવી છે. જે એક પાકિસ્તાની છોકરી અને ભારતીય યુવકની છે.

ઇકરા અને મુલાયમ એકબીજાના પ્રેમમાં પડે છે અને પછી પ્રેમ અભિવ્યક્ત થાય છે. એક દિવસ ગુપ્ત રીતે સરહદ પાર કરીને ઇકરા પાકિસ્તાનથી ભારત પણ આવી જાય છે. આ બંને ઓનલાઇન ગેમ લુડોના માધ્યમથી મળે છે. પરંતુ તેમણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેમની આ પ્રેમ કહાનીનો અંત આવી રીતે પણ આવી જશે. વાત 2019ની છે. પાકિસ્તાનમાં બેઠેલી ઇકરા અને બેંગલુરુના હોસુર-સરજાપુર રોડ પરની એક કંપનીમાં સુરક્ષા ગાર્ડ મુલાયમ સિંહ યાદવને ઓનલાઇન લુડો ગેમ દ્વારા એકબીજાની ઓળખાણ થાય છે.

ઈકરા પણ ઓનલાઈન લુડોમાં મજબૂત ખેલાડી હતી અને મુલાયમ પણ. પસાર થતા દિવસો સાથે બંને વધુ નજીક આવતા હતા. હવે અલગ થવું ન તો ઇકરાને સ્વીકાર્ય હતું કે ન મુલાયમ સિંહને. ઇકરા એક અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને 10મું પાસ સિક્યુરિટી ગાર્ડ જે તેના વતન હૈદરાબાદ પાકિસ્તાનમાં ટ્યુશન શીખવે છે, તેણે આખરે તેનું મન બનાવી લીધું હતું. 2022માં બંને અચાનક ભાગી ગયા.

કહેવાય છે કે બંનેના લગ્ન નેપાળમાં થયા હતા. એક પાકિસ્તાન છોડીને આવી અને બીજો બેંગ્લોરથી ગાયબ થઈ ગયો. પરંતુ જાન્યુઆરી 2023માં બંનેના પ્રેમપ્રકરણમાં એક દીવાલ આવી ગઈ. બેંગલુરુ પોલીસને પાકિસ્તાનમાં કેટલાક વોટ્સએપ કોલ વિશે ગુપ્ત માહિતી મળી હતી. હકીકતમાં, ઇકરા ક્યારેક તેના પિતા અને માતા સાથે વાત કરતી હતી. અહીંથી લવસ્ટોરીમાં નવો વળાંક આવ્યો.

23 જાન્યુઆરીના રોજ બેંગ્લોર પોલીસે ઇકરાની ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશવા અને તેની ઓળખ છુપાવવાના આરોપમાં ધરપકડ કરી હતી. આ સાથે પાકિસ્તાની નાગરિકને ગેરકાયદેસર આશ્રય આપવાના આરોપમાં મુલાયમ સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી. રવિવાર, 19 ફેબ્રુઆરીના રોજ ઇકરાને ભારત-પાકિસ્તાન બોર્ડર પર ઇમિગ્રેશન અધિકારીઓને સોંપવામાં આવી અને પછી તેને પાકિસ્તાન મોકલી દેવામાં આવી.

ભારતમાંથી બહાર મોકલતા પહેલા 19 વર્ષીય ઇકરાને બેંગ્લોરમાં મહિલા ગૃહમાં રાખવામાં આવી હતી. અહીં તે લગભગ એક મહિના સુધી રોકાઈ હતી. મહિલા ગૃહના અધિકારીઓએ જણાવ્યું કે અહીં તે ઘણીવાર કહેતી હતી કે, “હું મારું બાકીનું જીવન ભારતમાં મારા પતિ સાથે વિતાવવા માંગુ છું. મહેરબાની કરીને મને પાકિસ્તાન ન મોકલો. મને તેની સાથે વાત કરવા દો.”

Niraj Patel