કેન્સરથી જંગ હારી આ દિગ્ગજ સિંગર, નાની ઉંમરમાં અંતિમ શ્વાસ લેતા આખી ઇન્ડસ્ટ્રી ધ્રુસકે ધ્રુસકે રડી, વાંચો અહેવાલ

મ્યુઝિક ડાયરેક્ટર ઇલૈયારાજાની દીકરી અને પ્લેબેક સિંગર ભવતારિણી કેન્સર સામે જંગ હારી ગઇ. સિંગરે 25 જાન્યુઆરીએ શ્રીલંકામાં છેલ્લા શ્વાસ લીધા. રીપોર્ટ્સ અનુસાર, તેને લિવર કેન્સર હતુ અને 6 મહિનાથી તેની સારવાર ચાલી રહી હતી. તે સારવાર માટે શ્રીલંકા ગઇ હતી, પણ સારવાર દરમિયાન તેનું 5 વાગ્યા આસપાસ શ્રીલંકામાં નિધન થઇ ગયુ.

એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ટ્રેકર રમેશ બાલાએ ટ્વિટર પર પોસ્ટ કરી આ વાતની જાણકારી આપી હતી. તેમણે ભવતારિણીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યુ- દુખદ ખબર. ઇલૈયારાજાની દીકરી સિંગર ભવતારિણીનું શ્રીલંકામાં નિધન થઇ ગયુ. તે કેન્સરની સારવાર કરાવી રહી હતી. સાંભળી હેરાની થઇ. તેમની આત્માને શાંતિ મળે.

રીપોર્ટ્સ અનુસાર, ભવતારિણીનો પાર્થિવ દેહ 26 જાન્યુઆરીએ ચેન્નાઇ લાવવામાં આવ્યો અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. 41 વર્ષિય ભવતારિણી ઇલૈયારાજાની દીકરી અને કાર્તિક રાજા તેમજ યુવાન શંકર રાજાની બહેન હતી. તેણે ભારતીના તમિલ ગીત મયિલ પોલા પોન્નુ ઓન્નુ માટે વર્ષ 2000માં બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરનો નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે.

આ ગીતની પોપ્યુલારિટી બાદ ભવતારિણીએ પાછુ વળીને જોયુ નથી. તેણે મ્યુઝિકની દુનિયામાં ઘણુ નામ કમાવ્યુ. ભવતારિણીએ પ્રભુદેવાની ફિલ્મ રસૈયાથી સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે મ્યુઝિક કંપોઝર તરીકે માય ફ્રેંડ માટે કામ કર્યુ.આ ફિલ્મને રેવતીએ ડાયરેક્ટ કરી હતી. ભવતારિણી એક શાનદાર ગાયિકા સાથે સાથે મ્યુઝિક કંપોઝર પણ હતી.

ઇલૈયારાજાની વાત કરીએ તો, તે એક ભારતીય સંગીતકાર, અરેંજર, ઓર્કેસ્ટ્રેટર અને મલ્ટી-ઇંસ્ટ્રુમેંટલિસ્ટ સિંગર છે. તે મુખ્ય રીતે તમિલ અને તેલુગુ ફિલ્મો માટે ગાવા માટે જાણિતા છે. ઇલૈયારાજાએ બોલિવુડમાં પણ કામ કર્યુ છે. તેમણે એ જિંદગી ગલે લગા લે, તેરી નિગાહોં ને, યે હવા યે ફિઝા અને હિચકી-હિચકી સહિત કેટલાક ગીતોને પોતાનો અવાજ આપ્યો છે.

Shah Jina