જાણો કોણ છે આ જાંબાઝ મહિલા આઇએએસ જેમને થપ્પડ બાજ આઇએએસને લઈને આપ્યો એવો ધારદાર જવાબ કે ચારેકોર થઇ ચર્ચા

થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયા ઉપર એક વીડિયો વાયરલ થયો હતો જેની અંદર જોવા મળ્યું હતું કે એક આઈએએસ દ્વારા એક વ્યક્તિને થપ્પડ મારવામાં આવે છે. આ ઘટના બાદ આઈએએસ ઓફિસર રણબીર શર્માને સુરજપુરના ડીએમ પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા હતા. આ બધા વચ્ચે જે આ ઘટના ઉપર કરવામાં આવેલી એક મહિલા IAS ઓફિસરની ટ્વીટ વાયરલ થઇ રહી છે.

ઝારખંડની IAS ઓફિસર રાજેશ્વરી બીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, “હું એક આઇએએસ અધિકારી છું. રણબીર શર્મા, પૂર્વ કલેકટર સુરજપુર મારુ પ્રતિનિધિત્વ નથી કરતા. કોઈપણ એકલા સેવાનું પ્રતિનિધિત્વ નથી કરી શકતું.”

રાજેશ્વરી આગળ પણ લખે છે કે, “જેમ મેં પહેલી પોસ્ટમાં કહ્યું છે કે સારા અને ખરાબ દરેક વ્યવસાય, સમુદાય અને સમાજ હોય છે. તાકાત કમજોરીને જ નશો આપી શકે છે. બધાને નહિ.” રાજેશ્વરીની આ ટ્વીટ સોશિયલ મીડિયા ઉપર ખુબ જ વાયરલ થઇ રહી છે.

છત્તીસગઢની અંદર જે બન્યું તે અધિકારીઓ દ્વારા સામાન્ય જનતા સાથે આવો દુર્વ્યવહાર કરવાની આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ અન્ય રાજ્ય અને શહેરોમાંથી પણ સામે આવે છે. આ મુદ્દા ઉપર ઝારખંડના દુમકાની ડેપ્યુટી કમિશ્નરના પદ ઉપર ફરજ બજાવી રહેલી રાજેશ્વરી બીએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે આજે જનતાની પાસે પોતાની વાત કહેવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે. આ જનતાને ખુબ જ તાકાત આપે છે.

તો બીજી એક ટ્વીટમાં રાજેશ્વરી લખે છે કે, “આ કહીને હું અધિકારીઓનો બચાવ નથી કરી રહી. પરંતુ એ સેવાનો બચાવ કરી રહી છું જે દરરોજ લાખો યુવાનોને પ્રેરિત કરે છે. સરકાર તેમની સાથે ખરાબ વ્યવહાર માટે તેમના ઉપર કોઈપણ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે. અધિકારીના રૂપમાં આપણે એક ઉદાહરણ રજૂ કરવાનું હોય છે. જેમાં તે સ્પષ્ટ રૂપે અસફળ રહ્યા.”

આઇએએસ રાજેશ્વરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયાનો આભાર કે આવી ઘટનાઓ સામે આવે છે. જે લોકો ઇન્ટરનેટ સાથે જોડાયેલા છે. તેમનો આવાજ આનાથી ઉઠી શકે છે. હાલમાં જ ત્રિપુરામાં પણ આવું બન્યું હતું. સુરજપૂરના કેસમાં જે બન્યું તે બિલકુલ સ્વીકારવા જેવું નથી.

તે આગળ કહે છે કે, પહેલાના સમયમાં કદાચ લોકોને આવી સ્થિતિમાં ડર લાગતો હતો. તેમની પાસે બોલવા માટે પ્લેટફોર્મ નહોતું. આજે સોશિયલ મીડિયા જનતાને ખુબ જ પ્રોત્સાહન આપે છે. જેવી રીતે આ વસ્તુઓ હાઈલાઈટ થઇ રહી છે.  તેનાથી વધારે લોકો પણ શીખે અને આવી ઘટનાઓ રોકાય.”

રાજેશ્વરીએ જણાવ્યું કે સોશિયલ મીડિયા ઉપર કેટલાક લોકોએ સવાલ પૂછ્યો છે કે આવા ઓફિસરોની પસંદગી કેવી રીતે કરી લેવામાં આવે છે ? તેનો જવાબ છે કે આની કોઈ પરીક્ષા નથી હોતી. જેના દ્વારા કોઈ વ્યક્તિની અંદરનું સારાપણું અને ખોટાપણાની ઓળખ થઇ શકે.

જયારે કોઈ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ હોય છે. ત્યારે દરેક વ્યક્તિ પોતાને એક સારા વ્યક્તિના રૂપમાં દર્શાવે છે. આ કોઈ એક કે બે દિવસનું કામ નથી. આજકાલ તો 21 વર્ષના યુવકો પણ આ સેવામાં આવી રહ્યા છે. તો તેમની સામે તો લાંબુ કેરિયર છે. આટલા લાંબા સમયના કેરિયરમાં ગુસ્સો ના આવે એવું ના બની શકે. પ્રાનુત ગુસ્સાને કેવી રીતે સાચવે છે તે મહત્વપૂર્ણ છે.

Niraj Patel