એરફોર્સના ટ્રેનિંગ વિમાનની ચટ્ટાનો સાથે થઇ ભીષણ ટક્કર, લાગી જબરદસ્ત આગ, 2 પાયલોટના થયા દુઃખદ મોત, જાણો સમગ્ર મામલો

છેલ્લા 8 મહિનામાં જ એરફોર્સનું ત્રીજું પ્લેન થયું દુર્ઘટનાનું શિકાર, આ વખતે પણ 2 પાયલોટનો ગયો જીવ, જુઓ વીડિયો

Telangana IAF Plane Crash, 2 Air Force Pilots Dead :તેલંગાણાના ડિંડીગુલમાં ભારતીય વાયુસેનાનું એક તાલીમાર્થી વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા હતા. પાઇલોટ્સમાં એક પ્રશિક્ષક અને એક કેડેટનો સમાવેશ થાય છે. દુર્ઘટના વિશે માહિતી આપતા ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે, તેલંગાણાના ડિંડીગુલમાં એરફોર્સ એકેડેમીમાં ટ્રેનિંગ દરમિયાન પીલાટસ ટ્રેનિંગ એરક્રાફ્ટ ક્રેશ થતાં ભારતીય વાયુસેનાના બે પાયલટ માર્યા ગયા હતા. આ અકસ્માત સવારે 8.55 કલાકે થયો હતો.

2 પાયલોટના મોત :

મીડિયા રિપોર્ટ અનુસાર પ્લેન ખડકો વચ્ચે ક્રેશ થયું અને આગ લાગી. આ ઘટના આજે સવારે બની હતી. સ્થાનિક લોકોએ અકસ્માત સ્થળે પહોંચી પોલીસને જાણ કરી હતી.વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. AFAએ ટ્વીટ કરીને આ દુર્ઘટનાની જાણકારી આપી છે. ટ્વીટમાં લખવામાં આવ્યું હતું કે હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન આજે સવારે Pilatus PC 7 Mk II એરક્રાફ્ટ ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર બંને પાયલોટના મોત થયા હતા. કોઈપણ નાગરિક જીવન અથવા સંપત્તિને નુકસાન થયું નથી. અકસ્માતનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપવામાં આવ્યો છે.

છેલ્લા 8 મહિનામાં ત્રીજો અકસ્માત :

છેલ્લા 8 મહિનામાં એરફોર્સનો આ ત્રીજો વિમાન અકસ્માત છે. આ પહેલા જૂનમાં ટ્રેઇની એરક્રાફ્ટ કિરણ ક્રેશ થયું હતું. મે મહિનામાં મિગ-21 પ્લેન ક્રેશ થતાં ત્રણ પાયલટના મોત થયા હતા.   1 જૂનના રોજ, ભારતીય વાયુસેનાનું સૂર્ય કિરણ ટ્રેનર વિમાન કર્ણાટકના ચામરાજનગર જિલ્લાના ભોગપુરા ગામમાં ક્રેશ થયું હતું. જેટમાં સવાર બે પાઇલોટ્સે પેરાશૂટનો ઉપયોગ કરીને સફળતાપૂર્વક બહાર કાઢ્યું હતું. જે બાદ IAFએ અકસ્માતના કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો હતો.

3 લોકોના થયા હતા મોત :

8 મેના રોજ રાજસ્થાનના હનુમાનગઢ પાસે ભારતીય વાયુસેનાનું મિગ-21 ફાઈટર પ્લેન ક્રેશ થતા ત્રણ લોકોના મોત થયા હતા. આ વિમાને સુરતગઢના એરફોર્સ સ્ટેશનથી ઉડાન ભરી હતી. અચાનક પ્લેનમાં ખામી સર્જાઈ. જે બાદ ફાઈટર જેટ બહલોલ નગર વિસ્તારમાં એક ઘર પર પડ્યું હતું. આ ઘરમાં રહેતી ત્રણ મહિલાઓના મોત થયા હતા. જો કે, પાયલોટ બચી ગયો હતો અને સુરતગઢ બેઝથી લગભગ 25 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં મળી આવ્યો હતો.

Niraj Patel