જૂનાગઢ : ‘મારો પતિ નાઇટ શિફ્ટમાં ગયો છે…’ પરણિતાએ પ્રેમીને ઘરે બોલાવ્યો અને પતિ જોઇ જતા એવો પિત્તો ગયો કે…કરી નાખ્યો કાંડ

જૂનાગઢમાં પરિણીત પ્રેમિકાને તેના ઘરે અડધી રાત્રે મળવા જવું પ્રેમીને પડ્યુ ભારે, પતિ જોઇ જતા બંધક બનાવી કર્યુ ખરાબ કૃત્ય

જૂનાગઢના માંગરોળમાં પરિણીત પ્રેમિકાને તેના ઘરે અડધી રાત્રે મળવા જવું એક યુવકને ભારે પડ્યુ. પતિની નોકરી નાઈટ શિફ્ટમાં હોવાને કારણે પત્નીએ ફોન કરી પ્રેમીને મળવા માટે બોલાવ્યો અને પ્રેમી મળવા પહોંચતા જ નોકરીએ ગયેલ પતિ અચાનક મિત્રો સાથે ઘરે આવ્યો. પતિને જોતાં જ પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ અને આ પછી પતિ તેમજ તેના મિત્રોએ ભેગા મળી પત્નીને અન્ય રૂમમાં બંધ કરી દીધી અને તે બાદ બીજા રૂમમાં પત્નીના પ્રેમીને બાંધી દઈ તેની ધોલાઈ કરી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પત્નીની બેવફાઈથી ગુસ્સે ભરાયેલ પતિ અને તેના મિત્રોએ પ્રેમીના પ્રાઈવેટ પાર્ટમાં બોલપેન અને ઓલઆઉટની ભૂંગળીથી ઈજા પહોંચાડી. આ ઉપરાંત એક વ્યક્તિએ આ તમામ હરકતને મોબાઈલમાં કેદ પણ કરી. ત્યારે આ મામલે પીડિત યુવક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી પતિ સહિત પાંચ શખસને ઝડપી પાડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી. પ્રાપ્ત જાણકારી અનુસાર, જૂનાગઢના માંગરોળમાં રહેતા 21 વર્ષીય યુવકને  એક પરિણીતા સાથે બે મહિના પહેલાં જ પ્રેમસંબંધ બંધાયો હતો.

ત્યારે 10 માર્ચે જ્યારે પતિને નાઇટ શિફ્ટ હતી ત્યારે પ્રેમિકાએ પ્રેમીને ફોન કરી કહ્યું કે આજે મારા પતિની નાઈટ શિફ્ટ છે તો તું મને મળવા મારા ઘરે આવીજા. પ્રેમિકાનો ફોન આવતા જ પ્રેમી પણ માંગરોળથી જૂનાગઢ જવા નીકળી ગયો. રાત્રે સાડા અગિયાર વાગ્યાના અરસામાં તે પ્રેમિકાના ઘરે પહોંચ્યો અને પ્રેમિકાને તો એવું જ હતુ કે તેનો પતિ સવારે નોકરી પૂરી કરીને આવશે. જો કે રાત્રે જ પતિ તેના મિત્રો સાથે ઘરે પહોંચી જતાં પત્ની અને તેના પ્રેમીના પગ નીચેથી જમીન સરકી ગઈ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પતિ તો પત્નીની બેવફાઈથી એટલો ગુસ્સે ભરાયેલો કે તેણે પત્નીને બીજા રૂમમાં બંધ કરી દીધી અને પ્રેમી યુવકને અન્ય રૂમમાં બાંધી પતિ અને તેના મિત્રોએ ખૂબ માર માર્યો. પ્રેમી યુવકના હાથપગ બાંધી ધોકાથી ઢોરમાર માર્યા પછી તેઓ આટલે જ ન અટક્યા. યુવકના પ્રાઈવેટ પાર્ટમાં તેઓએ બોલપેન અને ઓલઆઉટથી ઈજા પહોંચાડી અને આ શરમજનક કૃત્યનો એક આરોપીઓએ વીડિયો પણ બનાવ્યો.

યુવકને ઢોરમાર માર્યા પછી સવારે આરોપીઓએ યુવકનાં માતાપિતાને ફોન કરી બોલાવ્યાં અને કહ્યું કે જો પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાખીશું. યુવકના માતાપિતાને પણ ધમકી આપી કે તમારા દીકરાને સમજાવી દેજો, નહીં તો મારીને ફેંકી દઈશું. ત્યારે આ મામલે પી઼િત યુવક દ્વારા પ્રેમિકાના પતિ સહિત પાંચ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે પાંચેય આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી.

Shah Jina