સોશિયલ મીડિયા પર આજકલ અવનવા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, સ્ત્રીઓને લઈને પણ ઘણી વાર ઘણા મીમ્સ બનાવવામાં આવે છે, જેમાં સૌથી સામાન્ય પ્રશ્ન એ છે કે – “સ્ત્રીઓ શું ઇચ્છે છે?” પતિ કે પ્રેમી ઘણીવાર મૂંઝવણમાં હોય છે કે તેમણે તેમના જીવનસાથીને ખુશ કરવા માટે શું કરવું જોઈએ. ઘણી વખત તેઓ કંઈક ખાસ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ સામેની વ્યક્તિ ગુસ્સે થઈ જાય છે, અથવા તો તે પરિસ્થિતિને વધુ જટિલ બનાવે છે. ત્યારે આજે અમે એવો જ એક વીડિયો આપને બતાવીશું જે જોતાં તમે પણ કહેશો. વાહ.. શું પ્રેમ છે.

જી, હા તાજેતરમાં એક વીડિયો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં જોઈ શકાય છે કે એક પતિ તેની પત્ની માટે એક સુંદર નાનકડી સરપ્રાઈઝ ગિફ્ટ તેના ટિફિન બોક્સમાં છુપાવીને લાવે છે. એક સ્ત્રી તેના પતિનું ટિફિન દરરોજની જેમ ધોવા માટે ખોલે છે, પરંતુ અંદર ભેટ જોઈને એટલી ખુશ થઈ જાય છે. બોક્સમાં તેના માટે કેટલીક ચોકલેટ, કાનની બુટ્ટી અને ગુલાબ રાખવામાં આવ્યું છે. પતિના આ નાનકડા પ્રયાસે તેના દિવસના થાકને સ્મિતમાં ફેરવી દીધું. વિડિઓનો સંદેશ સ્પષ્ટ છે, સ્ત્રીઓને મોંઘી ભેટોની જરૂર નથી, પરંતુ એક નાનકડી ખુશીમાં પણ તે ખુશ છે. આ વિડિઓ ઇન્સ્ટાગ્રામ પર ચકલીશ નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.

પતિ-પત્નીના પ્રેમાળ સંબંધો દર્શાવતો આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થયા બાદ યુઝર્સ જાત-જાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે સ્ત્રીઓ ખૂબ જ સરળ હોય છે, અંતે તેમને ફક્ત સાચા પ્રેમ અને તેમના જીવનસાથી તરફથી થોડી મહેનતની જરૂર હોય છે. બીજા યુઝરે ટિપ્પણી કરી કે, ઓહ, આ કેટલી સુંદર ક્ષણ હતી..
View this post on Instagram