પતિ પત્નીના પ્રેમનો અદભુત વીડિયો: પત્નીને થયું કેન્સર તો પતિએ કર્યું એવું કે જોઈને તમે પણ ચોક્કસ રડી પડશો.. જુઓ

સોશિયલ મીડિયામાં પતિ પત્નીના જોક્સના મીમ અને તસવીરો ઘણીવાર વાયરલ થતી હોય છે, તો ઘણીવાર પતિ પત્નીના અદભુત પ્રેમના વીડિયો પણ વાયરલ થતા હોય છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તે ફક્ત લોકોના દિલ જ નથી જીતી રહ્યો લોકોને રડવા માટે પણ મજબુર કરી રહ્યો છે.

કેન્સર એક એવો રોગ છે, તેનું નામ સાંભળતા જ વ્યક્તિ અડધી લડાઈ હારી જાય છે. આવી સ્થિતિમાં, જો કોઈને આ રોગ થાય છે, તો સારવારની સાથે સાથે મોરલ સપોર્ટ પણ દવાની જેમ કામ કરે છે. ખાસ કરીને જ્યારે પતિ-પત્નીના સંબંધોની વાત આવે છે, તો પાર્ટનરની પડખે ઊભા રહેવું એ કોઈપણ યુદ્ધ જીતવા જેવું છે.

આજે અમે તમારી સાથે એક એવો જ ઈમોશનલ વીડિયો શેર કરવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારી આંખો પણ ભીની થઈ જશે. વીડિયોમાં પતિ-પત્નીનો પ્રેમ કોઈને પણ ભાવુક કરી શકે છે. આ દિવસોમાં પતિ-પત્નીનો એક ખૂબ જ ઈમોશનલ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક પતિ તેની કેન્સર પીડિત પત્નીના વાળ કાપતો જોવા મળી રહ્યો છે.

આ વ્યક્તિની પત્ની કેન્સરની સારવાર કરાવી રહી છે અને તેના વાળ ખરવા લાગ્યા છે. વીડિયોમાં ઈમોશનલ તસવીર જોવા મળી રહી છે. જ્યાં પતિ પત્નીના વાળ કાપી રહ્યો છે અને પુત્રી માતાને ગળે લગાવીને બેઠી છે, પરંતુ આગળ શું થયું આ વીડિયોમાં જોઈને તમારા આંસુ આવી જશે.

પત્નીના વાળ કાપતી વખતે અચાનક પતિ પણ પોતાના વાળ કાપતો જોવા મળે છે. પતિને આવું કરતા જોઈ પત્ની આશ્ચર્યચકિત થઈ ગઈ અને તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. વાસ્તવમાં પત્નીને ટેકો આપવા માટે પતિએ પોતાના વાળ પણ મુંડાવ્યા હતા. સોશિયલ મીડિયા પર જેણે પણ આ વીડિયો જોયો તેની આંખો ભીની થઈ ગઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ‘Goodnews_movment’ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘આ લડાઈ એકલા નહીં લડાય. પતિ તેની પત્નીના વાળ કાપી રહ્યો છે, તેની પત્ની કેન્સરની સારવાર લઈ રહી છે. પત્નીને ટેકો આપવા પતિએ તેના આખા વાળ પણ મુંડાવ્યા હતા.” સોશિયલ મીડિયા પર આ ઈમોશનલ વીડિયો જોઈને લોકો તેના પતિના વખાણ કરતા થાકતા નથી.

Niraj Patel