ભૂખ લાગી તો ફિરજ ખોલીને લીલા શાકભાજી ખાવા લાગ્યો આ કાચબો, મસ્તી ભર્યા અંદાજનો વીડિયો થયો વાયરલ

મોટાભાગના લોકો શ્વાન અને બિલાડીઓને પાળતુ પ્રાણી બનાવવાનું પસંદ કરે છે. પરંતુ આ સિવાય બીજા ઘણા જીવો છે જે સારા પાળતુ પ્રાણી બની શકે છે. કાચબો આમાંથી એક છે. કાચબા ખૂબ જ શાંત જીવો તરીકે ઓળખાય છે. પરંતુ તેઓ પણ કેટલીક તોફાની હરકતો કરે છે. કાચબા પાળનારા આ વાત સારી રીતે જાણે છે. કાચબાની મસ્તીનો એક વીડિયો આજકાલ ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે કાચબાને ભૂખ લાગે છે, પછી તે સંતાઈને ફ્રીઝ ખોલે છે અને તેમાંથી લીલા શાકભાજી ખાવા લાગે છે. કાચબાના આ ક્યૂટ એક્ટના વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. વીડિયો કાચબાના રેફ્રિજરેટરમાં થોડો નાસ્તો શોધવાની કોશિશથી શરૂ થાય છે. ફ્રિજમાં ઘણાં બધાં પેકેજ્ડ ફૂડનો ભરાવો કરવામાં આવ્યો છે જે કાચબાને પસંદ નથી આવતા.

કાચબાની નજર લીલા શાકભાજી ઉપર પડે છે. જેના બાદ તે લીલા શાકભાજી ખાતો જોવા મળે છે. અંતમાં વીડિયો બનાવનાર વ્યક્તિ કાચબાને બીજી લીલી શાકભાજી આપતો જોવા મળે છે. તમે પણ આ વીડિયો જોઈને કાચબાના ફેન ચોક્કસ બની જશો કારણ કે કાચબાની આવી હરકત દિલ જીતી લે છે.

કાચબાનો આ મસ્તી ભર્યો વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટ અનુસાર, આ વીડિયો અમેરિકાના કેલિફોર્નિયાના લોસ એન્જલસનો છે. તેનું શૂટિંગ જુલાઈ 2016માં થયું હતું. પરંતુ આજે પણ લોકો આ વીડિયો જોવાનું એટલું જ પસંદ કરે છે. કાચબાને સામાન્ય રીતે શાંત સ્વભાવના માનવામાં આવે છે, તેથી કાચબાના ફની વીડિયો બહુ ઓછા જોવા મળે છે.

Niraj Patel