ટીવીની આ હસીનાનો પ્રાઇવેટ વીડિયો થયો લીક, હવે ટ્રોલ્સ પર ભડકીને બોલી- આવી બેહુદા પબ્લિસિટી…
લોકપ્રિય ટીવી એક્ટ્રેસ હુનર હાલીને તાજેતરમાં જ મુંબઈના રસ્તા પર વોર્ડરોબ માલફંક્શનનો સામનો કરવો પડ્યો. આ પછી અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર એક પેપરાજી પેજ દ્વારા શેર કરવામાં આવ્યો. આની આલોચના કરતા અભિનેત્રીએ તેને પબ્લિસિટી સ્ટંટ કહેનારા ટ્રોલ્સને પણ યોગ્ય જવાબ આપ્યો છે. તેની સાથે ‘પુષ્પા 2’ ફેમ અભિનેત્રી આંચલ મુંજાલ પણ હતી. આંચલે વીડિયો શેર કરવા બદલ એડમિનની ટીકા કરી અને તેને શરમજનક ગણાવ્યો.
અભિનેત્રી હુનર હાલીએ ઇટાઇમ્સ સાથે વાત કરતા કહ્યું કે આ વીડિયો તેની સંમતિ વિના શૂટ કરવામાં આવ્યો હતો. તેણે કહ્યું, ‘આ એક માનવીય બાબત છે, રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનું અણધાર્યું સ્વરૂપ.’ મારી સંમતિ વિના આવો વિડીયો કેપ્ચર કરીને અપલોડ કરવો, તેનો ઉપયોગ સનસનાટીભર્યા વાતાવરણ બનાવવા અને મારા શરીર પર અયોગ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરવું એ પેપરાજીનો વ્યક્તિગત નિર્ણય હતો.
અભિનેત્રીએ કહ્યું કે, તે એક વિચિત્ર ભૂલ હતી. તેણે આ તેના પેજ પર કેમ પોસ્ટ કર્યું ? તેણે એ પણ ખુલાસો કર્યો કે તેના મેનેજરે ઘણા મીડિયા અને પેપરાજી પેજને સોશિયલ મીડિયા હેન્ડલ પરથી વીડિયો દૂર કરવા વિનંતી કરી અને તેઓએ તેમ કર્યું, પરંતુ કેટલાક લોકોએ ઘણી વિનંતીઓ છતાં વીડિયો ડિલીટ ના કર્યો. અભિનેત્રીએ વધુમાં કહ્યુ, ‘જો મેં આ પબ્લિસિટી સ્ટંટ માટે કર્યું હોત તો હું પોસ્ટ કેમ હટાવું ?’ મારા લોકોએ, મારા પ્રેક્ષકોએ, મારું કામ જોયું છે. મેં ક્યારેય સ્ક્રીન પર કંઈ બોલ્ડ કર્યું નથી. હું હુનર હાલી છું. એટલા માટે મારા ચાહકોએ મને ટેકો આપ્યો અને વીડિયો પોસ્ટ કરવા બદલ પેપની ટીકા કરી.
અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તેણે ક્યારેય પોતાનું શરીર બતાવવા જેવા સ્ટંટ કર્યા નથી. તેણે કહ્યું, ‘મને આટલી બધી પ્રસિદ્ધિ નથી જોઈતી.’ જેઓ તે કરે છે, તેમને અભિનંદન. હુનર હાલી લગભગ બે દાયકાથી ટીવી ઉદ્યોગમાં કાર્યરત છે. તે ઘણી પ્રખ્યાત ટીવી સિરિયલોનો ભાગ રહી છે. જેમાં ‘સસુરાલ ગેંદા ફૂલ’, ‘થપકી પ્યાર કી’, ‘છલ શહ ઔર માત’, ‘પટિયાલા બેબ્સ’, ‘છૂના હૈ આસમાન’ સામેલ છે.
View this post on Instagram