હોસ્પિટલમાં સારવારના નામે મહિલાની કરવામાં આવી છેડતી, પતિનો જીવ બચાવવા માટે ઘણુ કર્યુ પરંતુ…

બિચારો પતિ હોસ્પિટલમાં જીવન મૃત્યુ વચ્ચે ઝોલા ખાતો હતો અને હોસ્પિટલના બેશરમ સ્ટાફે છેડતી પણ કરી પછી..

કોરોનાકાળમાં ઘણીવાર એવા મામલા સામે આવેે છે, જેમાં હોસ્પિટલ પ્રશાસનની ગુંડાગર્દી જોવા મળે છે. સોમવારે ગયા જિલ્લાના ફતેહપુર પોલિસ સ્ટેશનના એક નર્સિંગ હોમમાં દર્દીને પૈસાને કારણે બહાર ફેકી દીધો તો ભાગલપુરના ગ્લોકલ હોસ્પિટલમાં પોતાના પતિ રોશનની સારવાર કરવા આવેલી મહિલા રુચિ સાથે સારવારના નામે દુપટ્ટો ખેચવાની ઘટના બની હતી.

રૂચિ 26 દિવસ સુધી પોતાના પતિ રોશન માટે હોસ્પિટલના ગેરવહીવટ સામે લડી હતી. જો કે, તેમ છતાંય તે પોતાના પતિનો જીવ બચાવી શકી નહીં. આ દરમિયાન હોસ્પિટલના સ્ટાફે તેની છેડતી પણ કરી હતી. રૂચિએ પોતાના પતિની આંખમાં ઓક્સિજન પૂરો થઈ જવાનો ડર જોયો છે.

Image source

રૂચીનો આક્ષેપ છે કે રોશનનું મોત કોરોનાને બદલે હોસ્પિટલની અવ્યવસ્થા તથા ઓક્સિજન પૂરો થઈ જવાના ડરને કારણે થયું છે. રૂચી તથા રોશનના લગ્ન પાંચ વર્ષ પહેલાં થયા હતા.

બિહારની રાજધાની પટનાની ખાનગી હોસ્પિટલે પોતાના ત્યાં દાખલ દર્દીઓને બ્લેકમાં ઓક્સિજન વેચ્યો હતો. રૂચિએ પતિનો જીવ બચાવવા માટે ઓક્સિજન ખરીદ્યો પણ હતો. જોકે, તે પતિને જીવતદાન આપી શકી નહીં. રૂચીએ ડોક્ટર્સ તથા નર્સની બેદરકારી અંગે કહ્યું હતું કે તેને હજી પણ લાગે છે કે કોરોનાથી તો તમે એકવાર બચી પણ જશો, પરંતુ હોસ્પિટલની બેદરકારીને કારણે જીવ જાય તે નક્કી છે. 26 દિવસ સુધી રૂચી પોતાના પતિ સાથે પડછાયાની જેમ રહી હતી.

Image source

રૂચીની મોટી બહેન ઋચાએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં ડોક્ટર તથા સ્ટાફ ખરાબ નજરથી જોતો હતો. આટલું જ નહીં વારંવાર શરીરને સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. જ્યારે તેના જીજાજી રોશનની તબિયત હોસ્પિટલમાં વધુ ખરાબ થઈ તો તેમને એર એમ્બ્યુલન્સની મદદથી દિલ્હીની હોસ્પિટલમાં એડમિટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, એર એમ્બ્યુલન્સ સમયસર ના આવતા પટનાની હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.

આ મહિલાએ રોતા રોતા તેની આપવીતી જણાવી હતી, તેણે કહ્યુ, 9 એપ્રિલના રોજ પતિ રોશનને શરદી તથા તાવ આવ્યો હતો. સારવાર માટે એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો. રૂચી દેખરેખ માટે ત્યાં કોઈને કોઈ રીતે હાજર રહેતી હતી. આ દરમિયાન હોસ્પિટલના એક કર્મચારીએ તેની છેડતી કરી હતી.

Image source

ડોક્ટર્સ યોગ્ય રીતે કાળજી નહોતા લેતા અને આ જ કારણે પતિને બીજી હોસ્પિટલમાં એડમિટ કર્યો હતો. જોકે, આ હોસ્પિટલ તો પહેલી હોસ્પિટલ કરતાં ક્યાંય ખરાબ હતી. આઈસીયુમાં એક પછી એક દર્દીઓ મરતા હતા. દર્દી કે તેમના સગાઓનું કોઈ સાંભળતું નહોતું. રૂચીએ કહ્યું હતું કે એક વ્યક્તિ ડોક્ટરની બૂમો પાડતો પાડતો પલંગ પરથી નીચે પડી ગયો હતો અને તેનું માથું ફાટી ગયું હતું. ચારે બાજુ લોહી જ લોહી હતું. તેમ છતાંય ડોક્ટરને કંઈ જ ફેર ના પડ્યો. દર્દીઓની ફરિયાદ છે કે ડોક્ટર્સ તથા નર્સ રૂમમાં લાઈટ બંધ કરીને મોબાઈલ પર ફિલ્મ જોતા હતા અને કોઈ દર્દીઓની કાળજી લેતું નહોતું.

Shah Jina