હનીમૂન મનાવવા માટે માલદીવ ગયું કપલ, પતિ-પત્નીએ બાથરૂમમાં જ બનાવી દીધો રોમેન્ટિક વીડિયો, સોશિયલ મીડિયામાં મચી બબાલ

આજકાલના સોશિયલ મીડિયા યુગમાં લાખો લોકો રોજેરોજ વીડિયો શેર કરે છે, અને ઘણા વીડિયો વાયરલ પણ થાય છે. અનેક લોકો તો એવા વીડીયો વાયરલ કરતાં હોય છે કે જોઈને લોકો પણ ચોંકી જતાં હોય છે.લગ્નના પણ ઘણા વીડીયો આપણે જોતાં હોઈએ છીએ કે જે ખૂબ જ વાયરલ થતાં હોય છે. તેના પછી તો હનીમૂન માટે કપલ જતાં હોય છે. ત્યારે આ યાદગાર પળોને તેઓ કેમેરામાં કેદ કરતાં હોય છે કોઈ પ્રાઇવેટ રાખે તો કોઈ સોશિયલ મીડિયામાં શેર કરતાં હોય છે, કેટલાય રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રહે છે. જેને જોઈ યુઝર્સ ખૂબ જ એન્જોય કરે છે. એક આવો જ વીડિયો તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

દિલ્હીના કપલ સોનુ અને કશિશ તેમના લગ્ન પછી હનીમૂન માટે માલદીવ ગયા હતા. આ દરમિયાન તેમણે તેમના હનીમૂનનો એક વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો. આ વીડિયોમાં સોનુ અને કશિશ બાથરોબ્સ પહેરેલા છે અને બેકગ્રાઉન્ડમાં ગુરી સિંધૂનું ‘જાનૂ’ ગીત વાગી રહ્યું છે. આ સાથે જ તેમનું બાથટબ પણ દેખાય રહ્યું છે અને તેમાં રેડ રોઝ પથરાયેલા દેખાય છે. બંને રોમેન્ટિક મૂડમાં આ ગીત સાથે એન્જોય કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે નવી નવેલી દુલ્હનના હાથમાં લાલ રંગની ચૂડીઓ છે. હનીમૂન પર જઈને બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. પરંતુ, જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જો કે આ વીડિયો લોકો જોઈને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વિવિધ પ્રકારની કમેન્ટ કરી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું, ‘મને પણ આવો પતિ જોઈએ, જે મને આ રીતે પકડી શકે.’ બીજા યુઝરે લખ્યું, ‘આગળ શું થશે.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘છોકરી ખૂબ જ સુંદર છે.’ બીજા યુઝરે લખ્યું, ‘ભગવાન તમને બંનેને ખુશ રાખે.’ એકે લખ્યું, ‘પોતાની પ્રાઇવેટ મૂમેન્ટ સોશિયલ મીડિયા પર શેર ન કરો.’

Raina
error: Unable To Copy Protected Content!