હોળીનો રંગ નીકાળવા માટે શેમ્પુ અને ENO થી બનાવ્યો એવો ફોર્મૂલા કે દેસી જુગાડે પબ્લિકને ચોંકાવી દીધી- જુઓ વીડિયો
હોળી તો તમે રમી પણ રંગ બહુ લાગ્યો છે અને ટેન્શનમાં છો કે કેવી રીતે નીકળશે ? તો ભાઇ…સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે જેને જોઇને લોકો હેરાન છે કે આખરે આ ટેક્નિકથી રંગ ત્વચાથી આટલી સરળ રીતે કેટલી નીકળી શકે ? હવે, આ ટ્રિકથી કંઇ અમે રંગને દૂર કરવાનો તો પ્રયાસ કર્યો નથી, પરંતુ વિડિયોમાં જે દેખાય છે તેના પરથી સ્પષ્ટ છે કે શેમ્પૂ, લીંબુ અને ENOના મિશ્રણથી રંગ દૂર કરવામાં આવી રહ્યો છે.
જો કે ત્વચા માટે તે કેટલું સુરક્ષિત છે તે કહેવું મુશ્કેલ છે. એટલા માટે પહેલા તેને હાથ પર જ અજમાવો. ત્વચા પર Eno લગાવવો આમ તો સલામત નથી. આ વીડિયો 1.47 મિનિટનો છે. જેમીં જોઈ શકાય છે કે હોળી રમતી વખતે વ્યક્તિના હાથ પર ઘણો રંગ લાગ્યો છે. આવા સંજોગોમાં તે રંગથી છુટકારો મેળવવાની નિન્જા ટેકનિક જણાવી રહ્યો છે. આ માટે તે સૌપ્રથમ તેની હથેળી પર શેમ્પૂ રેડે છે, અને પછી તેના પર લીંબુના રસના થોડા ટીપાં નાખે છે.
આ પછી તે થોડો ENO ઉમેરે છે અને હાથને સારી રીતે ઘસે છે, જો કે આ પછી તેના હાથમાં રંગ જતો રહે છે અને આ વીડિયો જોઇ બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. આ વીડિયો ટ્વિટર પર @iamnarendranath નામના હેન્ડલથી 25 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેના સાથે કેપ્શનમાં લખ્યું હતુ- હોળી રમતા લોકો માટે.. વીડિયો અવશ્ય જુઓ.
होली खेलने वालों के लिए मस्ट सी वीडियो। और इसे बेस्ट इनोवेशन अवार्ड मिलना चाहिए। हाथ का रंग तो 7 दिन तक रह जाता था pic.twitter.com/mkBimltF6Q
— Narendra Nath Mishra (@iamnarendranath) March 25, 2024