ખબર

રાજકોટની અંદર પોલીસ જિપમાં રંગરેલીઓ મનાવી રહેલા કોન્સ્ટેબલ સાથે જે યુવતી હતી તેના વિશે થયો ચોંકાવનારો ખુલાસો, જાણીને હોશ ઉડી જશે

રાજકોટમાં આજે પોલીસની એક શરમજનક ઘટના સામે આવી હતી, જેમાં શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો અશ્વિન મકવાણા નશાની હાલતમાં જ પોલીસવાનની અંદર યુવતી સાથે અડધા કપડાં કાઢીને રંગરેલીઓ મનાવતા ઝડપાયો હતો. જેને સ્થાનિક લોકોએ જોયો અને પછી તેના કપડાં કાઢી અને ફુલેકુ પણ ફેરવ્યું હતું.

હવે આ ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે. પોલીસ કોન્સ્ટેબલ અશ્વિન મકવાણા પોલીસ વાનની અંદર જે યુવતી સાથે રંગરેલીઓ મનાવી રહ્યો હતો, તે યુવતી બીજી કોઈ નહિ પરંતુ તેનું જ કૌટુંબિક સાળી હોવાનું સામે આવ્યું છે. અશ્વિનની હરકતોની જાણ થતા તેની પત્ની અને પરિવારજનો પોલીસ મથકે દોડી ગયા હતા પરિવારે અશ્વિનની સાથે સંબંધ તોડી નાખ્યો હતો.

Image Source

આ ઘટનામાં જોઈએ તો સ્થાનિક લોકોએ અશ્વિન મકવાણાને પોલીસવાનની અંદર જ રંગરેલીઓ મનાવતા જોયો હતો જેના બાદ તેનો વીડિયો પણ સ્થાનિક વ્યક્તિ દ્વારા બનાવી લેવામાં આવ્યો, જેના બાદ તેના વાનમાંથી બહાર કાઢી અને કપડાં કાઢ્યા બાદ ફુલેકુ ફેરાવવામાં આવ્યું હતું. પોલીસકર્મીની આ શરમજનક ઘટનાને લઈને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો ત્યારે ખાખી વર્ધીને બદનામ કરી રહેલા આ પોલીસ કર્મીને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

આ ઘટનાની જાણ થતા જ PI પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પીઆઇએ સ્થાનિક લોકોના મોબાઇલ પણ જપ્ત કરી લીધા હતા. જેના કારણે લોકોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો હતો. લોકોની સાથે પીઆઇ દ્વારા ગેરવર્તણુંક પણ કરવામાં આવી હતી. પીઆઇ કોન્સ્ટેબલને કઈ કહેવાના બદલે સ્થાનિક લોકોને બેલ્ટ કાઢી અને મારવા માટે દોડયા હતા.  આ બનાવ અંગે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે, હાલ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઇ છે. સાંજ સુધીમાં રિપોર્ટ તૈયાર થશે.

અશ્વિન મકવાણાની નાઈટ ડયુટી હતી. સવારે ૮ વાગ્યે ડયુટી પુરી થયા બાદ નિયમ મુજબ તેને ફાળવાયેલી મોબાઈલ-ર (બોલેરો) પીએસઓ પાસે જમા કરાવવાને બદલે તે તેમાં બેસી પોલીસ મથકેથી રવાના થઈ ગયો હતો. સવારે ૧૧ વાગ્યાની આસપાસ ઢોલરા રોડ પર તે સરકારી બોલેરોમાં પોતાની કહેવાતી ગલફ્રેન્ડ સાથે કઢંગી હાલતમાં રંગરેલીઓ મનાવી રહ્યો હતો ત્યારે જાણ થતા આસપાસના લોકો ત્યાં ભેગા થઈ ગયા હતા અને તેને મેથીપાક ચખાડયો હતો.

આ ઘટનાનો વિડીયો વાઈરલ થયા બાદ જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક અસરથી હેડ કોન્સ્ટેબલ વિરૂધ્ધ બે અલગ-અલગ ગુના નોંધી ધરપકડ કરી તેને સસ્પેન્ડ પણ કરી દેવા હુકમ કર્યો હતો. ત્યારે આ ઘટનામાં અશ્વિન સાથે રહેલી તેની કૌટુંબિક સાળી સાથે પાંચ વર્ષથી સંબંધ હોવાનું પણ મીડિયા રિપોર્ટ અનુસાર જાણવામાં આવી રહ્યું છે.