અમદાવાદ શાહીબાગ ઓર્ચિડ ગ્રીન આગ કેસ : હાઈકોર્ટે નવા વર્ષ 2023ની પહેલી સુઓમોટો લીધી

અમદાવાદ : હાઈકોર્ટમાં આજે ઓર્ચિડ ગ્રીન આગ મુદ્દે સુનાવણી, નવા વર્ષે હાઈકોર્ટે પહેલી સુઓમોટો લીધી

હાલમાં જ અમદાવાદના શાહીબાગમાંથી સવારે 7 વાગ્યા આસપાસ શનિવારના રોજ એટલે કે 7 જાન્યુઆરીએ ઓર્ચિડ ગ્રીન નામની બિલ્ડિંગ ખાતે 7મા માળે ભીષણ આગ લાગી હોવાની ખબર સામે આવી હતી. જેમાં એક 15-17 વર્ષિય સગીરા પ્રાંજલનું ગંભીર રીતે દાઝી જતાં મોત થયુ હતુ. ત્યારે આ ઘટનાને ધ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન (સુઓમોટો) લીધું છે. નવા વર્ષ 2023ની પહેલી જાહેરહિત અરજી હાઇકોર્ટે સુઓમોટો પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે નોંધી છે.

આ મામલે આજે એટલે કે સોમવારે 9 જાન્યુઆરીએ હાઈકોર્ટોમાં સુનાવણી થશે. ચીફ જસ્ટિસના વડપણમાં બેન્ચ આજે સુનાવણી કરશે.જણાવી દઇએ કે, અમદાવાદના શાહીબાગમાં ગિરધરનગર સર્કલ પાસે ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં 7માં માળે આવેલા એક મકાનમાં આગ લાગી હતી. જેને પગલે એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની 15 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી અને આગ કાબૂમાં કરવાનો પ્રયાસ કરી રહી હતી. આ દરમિયાન ઘરમાં રહેલા ચાર સભ્યમાંથી ત્રણ લોકોને બહાર નીકળવામાં સફળતા મળી પણ એક કિશોરી અંદર ફસાઈ.

જે બાદ તેને ફાયરબ્રિગેડની ટીમે જીવિત હાલતમાં બહાર કાઢી અને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડી હતી, પરંતુ તેનું ગંભીર રીતે દાઝી જવાથી મોત થયુ હતું. 7 જાન્યુઆરી શનિવારે અમદાવાદ ફાયરબ્રિગેડને 7:28 વાગ્યે કોલ મળ્યો કે ગિરધરનગર સર્કલ પાસે આવેલ ઓર્ચિડ ગ્રીન ફ્લેટમાં સાતમા માળે મકાનમાં આગ લાગી છે, જે બાદ ફાયરબ્રિગેડનાં રેસ્ક્યૂ વાહનો અને એમ્બ્યુલન્સ સાથે 15 ગાડી તાત્કાલિક રવાના કરવામાં આવી

અને તે બાદ ફાયરબ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્ન શરૂ કર્યા. આગ લાગતા ઘરમાં રહેલા પરિવારના ચારમાંથી ત્રણ સભ્ય તો બહાર સફળતાપૂર્વક નીકળી ગયા પણ કિશોરી પ્રાંજલ ઉર્ફે પ્રાચી આ આગમાં ફસાઈ ગઈ, જેને બચાવવા ફાયરબ્રિગેડના જવાનોએ કવાયત હાથ ધરી. ફાયરબ્રિગેડના જવાનો આઠમા માળે પહોંચ્યા અને ત્યાંથી દોરડું બાંધી બે જવાનો સાતમા માળે જે મકાનમાં આગ લાગી હતી ત્યાં પહોંચ્યા.

જે બાદ દરવાજો તોડીને ચાલુ આગમાં રહેલી પ્રાંજલને તેમણે બહાર કાઢી. પરંતુ આગમાં દાઝી ગયેલી કિશોરીનું મોત નીપજ્યું હતું. પ્રાંજલે 25 મિનિટ સુધી મદદ માટે ગુહાર લગાવી પણ અંતે તે મોતને ભેટી હતી. મૃતક તેના માતા-પિતાથી દૂર કાકા-કાકીને ઘરે રહી અભ્યાસ કરતી હતી. આગથી બચવા તેણે ઘણા પ્રયત્ન કર્યા, પણ અંતે તેને મોત મળ્યું.

Shah Jina