આજે ૨ એપ્રિલ 2026 હનુમાન જયંતિના દિવસે આકાશમાં ગ્રહોનો અદભૂત સંયોગ બની રહ્યો છે. મંગળનું મીન રાશિમાં ગોચર થવાથી સૂર્ય-શનિ-મંગળની યુતિ ‘ત્રિગ્રહી યોગ’ સર્જશે. જ્યોતિષીઓના મતે આ યોગ વૃષભ, મિથુન, તુલા અને ધનુ રાશિના જાતકો માટે કરિયરમાં પ્રગતિ, અચાનક ધનલાભ અને પરિવારમાં ખુશીઓ લાવનારો સાબિત થશે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ આજે બપોરે 03:37 વાગ્યે મંગળ ગ્રહ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં સૂર્ય અને શનિ સાથે તેમની યુતિ થતા અત્યંત શક્તિશાળી ‘ત્રિગ્રહી યોગ’ રચાશે. 14 એપ્રિલ સુધી રહેનારા આ યોગની હનુમાનજીના આશીર્વાદ સાથે આ 4 રાશિઓ પર થશે સીધી અસર!

આજની હનુમાન જયંતિ જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ ખાસ છે. મીન રાશિમાં ત્રણ મોટા ગ્રહોના મિલનથી બનતો આ ત્રિગ્રહી યોગ 14 એપ્રિલ સુધી કાયમ રહેશે. જાણો આ સમયગાળા દરમિયાન કઈ 4 રાશિઓને બમ્પર ફાયદો થશે:

વૃષભ રાશિ: આ રાશિના જાતકો માટે ધન અને પ્રગતિના દ્વાર ખુલશે. કમાણીના નવા રસ્તાઓ મળશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે. જોકે, કોઈ મહત્વના કામમાં ખર્ચ પણ થઈ શકે છે, પરંતુ તે ભવિષ્ય માટે ફાયદાકારક રહેશે.

મિથુન રાશિ: કરિયર માટે આ સમય સુવર્ણ સાબિત થશે. ઓફિસમાં બોસ તમારા કામના વખાણ કરશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે. વેપારમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થઈ શકે છે. બસ, ઉતાવળમાં નિર્ણય લેવાનું ટાળજો.

તુલા રાશિ: લાંબા સમયથી જે પ્રમોશન કે પદની તમે રાહ જોઈ રહ્યા હતા, તે હવે મળી શકે છે. આવકમાં વધારો થશે અને ભાગ્યનો પૂરો સાથ મળશે. જેઓ અપરિણીત છે, તેમને સારો જીવનસાથી મળવાના યોગ છે.

ધનુ રાશિ: અટકેલા કામો પૂરા થશે અને આર્થિક ઉન્નતિ મળશે. જો તમે જમીન કે મકાન ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો આ સમય સોદો કરવા માટે ઉત્તમ છે. અતિ ઉત્સાહમાં આવીને ભૂલ ન કરો તેની તકેદારી રાખવી.

ભક્તિનો મહિમા:
હનુમાન જયંતિના પવિત્ર દિવસે બનેલો આ યોગ સૂચવે છે કે હનુમાનજીની ભક્તિ સાથે આ રાશિના જાતકોને ગ્રહોનો પણ પૂરો સાથ મળશે. હનુમાન ચાલીસાના પાઠ અને સુંદરકાંડ કરવાથી આ યોગનું ફળ અનેકગણું વધી જશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
