સુરતના 23 વર્ષિય યુવકના મોતના 26 દિવસ બાદ થયા અંતિમ સંસ્કાર, રશિયા-યુક્રેન યુદ્ધમાં ગુમાવ્યો હતો જીવ- પરિવારે કઠોર કાળજે આપી અંતિમ વિદાય

સુરતના ઉમરા ગામના હેમિલ માંગુકિયાનું રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન ડ્રોન હુમલામાં મોત થયુ હતુ, તે બાદથી હેમિલના મૃતદહેને વતન લાવવા માટે પરિવારજનો ચિંતામાં મૂકાયા હતા. જો કે, આખરે 25 દિવસ બાદ 23 વર્ષિય હેમિલનો પાર્થિવદેહ 16 માર્ચે દિલ્હી આવ્યો અને ત્યાંથી ઇન્ડિગો ફ્લાઇટમાં શનિવારે સવારે સુરત એરપોર્ટ પહોંચ્યો.

આ પછી મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો હતો અને ગત રોજ એટલે કે રવિવારે વહેલી સવારે 26માં દિવસે મૃતદેહ ઉમરા ગામ પહોંચ્યો. દીકરાનો મૃતદેહ વતન પહોંચ્યા બાદ તેના ઘરેથી અંતિમયાત્રા નીકળી હતી અને આ દરમિયાન પરિવારે ભારે હૈયે તેને અંતિમ વિદાય આપી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન સિક્યોરિટી હેલ્પર તરીકે કામ કરતા મૂળ ગારિયાધારના પાલડીના વતની અને હાલ સુરતના વેલંજા-ઉમરાના શિવ બંગ્લોઝમાં રહેતા હેમિલ માંગુકિયાનું યુક્રેનમાં મિસાઇલ હુમલામાં મોત થયું હતું.

જો કે, હેમિલના મૃતદેહને વતન લાવવા માટે પરિવાર ચિંતામાં હતો, પરંતુ એમ્બેસી દ્વારા પરિવારને જાણ કરાઇ હતી રે મૃતદેહ થોડાં દિવસમાં મોકલી અપાશે. એમબેસી દ્વારા સ્પષ્ટતા ન કરાતા પિતા સહિત 3 સભ્યો રશિયાના મોસ્કો જવા રવાના થયા અને આખરે શનિવારે હેમિલનો મૃતદેહ દિલ્હી લવાયા બાદ તેના વતન પહોંચ્યો હતો. પિતા-કાકા મોસ્કોથી રાતે સુરત આવ્યા હતા.

આ દરમિયાન હેમિલના મૃતદેહને હોસ્પિટલ ખાતે કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો હતો અને ગત રોજ સવારે પરિવાર દ્વારા ભારે હૈયે અંતિમ વિધિ કરવામાં આવી. હેમિલની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. રશિયાની પરંપરા પ્રમાણે શૂટમાં મૃતદેહ મોકલવામાં આવ્યો હતો, પરિવારે કોફિન ખોલી હેમીલનો ચહેરો જોયો અને તેનું શરીર કાળું પડી ગયેલું હતું.

Shah Jina