પહેલા બાઇકને કાર ચાલકે મારી જબરદસ્ત ટક્કર, પછી રોડ પર 4 કિલોમીટર સુધી ઘસેડ્યો, રોડ ઉપર ઉડતા રહ્યા તણખા અને પછી… જુઓ વીડિયો

વધુ એક ઘટના: કાર સાથે ટક્કર બાદ બાઈક નીચે ફસાઈ ગઈ, છતાં કાર ચાલક 4 કિલોમીટર સુધી ભગાવતો રહ્યો, લોકોએ પીછો કર્યો અને પછી… જુઓ રૂંવાડા ઉભા કરી દેનારો વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી હોય છે, જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી કેટલીક એવી ઘટનાઓ પણ સામે આવી રહી છે જેમાં કારચાલક કોઇને ટક્કર મારીને પોતાની કાર પાછળ જ તેને ઘસેડીને લઇ જતું હોય છે. દિલ્હીમાં એક યુવતીને કાર ચાલકે એ રીતે ઘસેડી હતી અને આખા દેશમાં આ ઘટનાને લઈને રોષ જોવા મળ્યો હતો. ત્યારે હવે એવો જ વધુ એક મામલો હાલ સામે આવ્યો છે.

આ રૂંવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે હરિયાણાના ગુરુગ્રામમાંથી. જ્યાં એક  સ્પીડમાં આવતી કાર સાથે બાઇક અથડાતાં બાઇક કારની નીચે ફસાઇ ગયુ. દારૂના નશામાં કાર ચાલકે બાઇકને લગભગ 4 કિલોમીટર સુધી ઘસેડી હતી. રસ્તા પર ઘસેડાતા સમયે બાઇકમાંથી તણખા નીકળતા રહ્યા. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

કાર ચાલક કોઈપણ જાતના ડર વગર પોતાની કાર તેજ ગતિએ ચલાવતો રહ્યો. લોકોએ કારનો પીછો કરીને તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કાર ચાલકે પરવા કર્યા વગર કાર ચલાવવાનું ચાલુ રાખ્યું હતું. ત્યારે આ મામલાનો વીડિયો સામે આવતા જ પોલીસે કેસ નોંધ્યો છે. હાલ આરોપી પોલીસની પકડમાંથી બહાર છે.

સારી વાત એ રહી કે સદનસીબે ટક્કર થતાં બંને બાઇક સવારો રોડ કિનારે પડી ગયા હતા. જો કોઇ કારની નીચે બાઇકમાં ફસાઈ ગયુ હોત તો દિલ્હીના કાંઝાવાલા જેવી ઘટના બની હોત. લાંબો સમય ચાલ્યા બાદ બાઇક ખાડામાં ફસાઇ જતાં ચાલક સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. માહિતી મળ્યા બાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

Niraj Patel