વૈદિક જ્યોતિષમાં ગ્રહોની ચાલ અને નક્ષત્ર પરિવર્તનનું ખૂબ જ મોટું મહત્વ હોય છે. તમામ ગ્રહોમાં દેવગુરુ બૃહસ્પતિને ધન, સંતાન, સૌભાગ્ય, જ્ઞાન અને ઉન્નતિના કારક માનવામાં આવે છે. હાલમાં જ ૩૧ ઓક્ટોબરના રોજ ગુરુએ મઘા નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે, જે ૨૪ જાન્યુઆરી ૨૦૨૭ સુધી એટલે કે કુલ ૮૧ દિવસ સુધી આ જ નક્ષત્રમાં રહેવાના છે. મઘા નક્ષત્રના સ્વામી રહસ્યમયી ગ્રહ કેતુ છે.
જ્યોતિષીય ગણતરી મુજબ, કેતુના નક્ષત્રમાં ગુરુનું આ ગોચર તમામ ૧૨ રાશિઓને પ્રભાવિત કરશે, પરંતુ તેમાંથી ૪ રાશિઓ એવી છે જેમના માટે આ આગામી ૮૧ દિવસ અત્યંત શુભ, લાભદાયી અને ધનવર્ષા કરનાર સાબિત થશે. આવો જાણીએ કઈ રાશિઓનું ચમકશે ભાગ્ય:

૧. વૃષભ રાશિ (Taurus)
વૃષભ રાશિના જાતકો માટે અષ્ટમેશ ગુરુનું ગોચર ચોથા ભાવમાં થઈ રહ્યું છે, જેનાથી અટકેલા કાર્યો ઝડપથી પૂર્ણ થવા લાગશે.
કરિયર અને વેપાર: નવી નોકરીની તકો મળશે અને વેપારમાં પ્રગતિના પ્રબળ યોગ છે. કરિયરમાં મોટા સકારાત્મક ફેરફારો જોવા મળશે.
આર્થિક લાભ: ગુરુની દષ્ટિ અષ્ટમ, દશમ અને દ્વાદશ ભાવ પર હોવાથી આવકમાં જબરદસ્ત વધારો થશે. પ્રમોશન કે પદોન્નતિની પ્રાપ્તિ થઈ શકે છે. જૂના રોકાણોમાંથી પણ મોટો ફાયદો મળી શકે છે.
ભૌતિક સુખ: વાહન, મિલકત કે ભૌતિક સુખ-સંપત્તિમાં વધારો થશે.

૨. કર્ક રાશિ (Cancer)
કર્ક રાશિ માટે ધન અને વાણીના બીજા ભાવમાં ગુરુનું ગોચર અનુકૂળ પરિણામો આપનારું રહેશે. આ સમય દરમિયાન તમારું ભાગ્ય સંપૂર્ણ સાથ આપશે.
ધન અને સંપત્તિ: આર્થિક સ્થિતિમાં મોટો સુધારો થશે અને તમે બચત કરવામાં સફળ રહેશો. પૈતૃક સંપત્તિનો પૂરેપૂરો લાભ મળી શકે છે. અટકેલું ધન અચાનક પાછું મળી શકે છે.
વ્યક્તિત્વ અને કાર્યક્ષેત્ર: તમારી વાણી વધુ પ્રભાવશાળી બનશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફળદાયી છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

૩. કન્યા રાશિ (Virgo)
કન્યા રાશિના જાતકો માટે ગુરુનું ૧૨મા ભાવમાં ગોચર જીવનમાં ખુબ જ સકારાત્મક બદલાવ લાવશે.
માન-સન્માન: સમાજમાં તમારી માન-પ્રતિષ્ઠા અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. વેપારી વર્ગને મોટો નફાકીય સોદો મળી શકે છે.
જીવનના મહત્વપૂર્ણ નિર્ણયો: જીવનમાં કોઈ સારા સમાચાર પ્રાપ્ત થશે. વિદેશ યાત્રાના યોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળશે. જમીન, મકાન કે વાહન ખરીદવાનું સપનું પૂરું થઈ શકે છે.

૪. કુંભ રાશિ (Aquarius)
કુંભ રાશિના સાતમા ભાવમાં ગુરુનું ગોચર જીવનમાં કાયાપલટ સમાન ફેરફાર લાવી શકે છે.
આર્થિક પ્રગતિ: આ સમયગાળા દરમિયાન અચાનક ધનલાભ અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. મહેનત રંગ લાવશે અને અટકેલા કાર્યો પૂરા થશે.
પરિવાર અને સ્વાસ્થ્ય: પરિવારમાં માંગલિક કે શુભ કાર્ય સંપન્ન થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત જૂની સમસ્યાઓમાંથી છુટકારો મળશે.
નોકરી-ધંધો: ઉચ્ચ અધિકારીઓનો ભરપૂર સહયોગ મળશે. વેપારીઓની બિઝનેસ ટ્રીપ સફળ રહેશે. પ્રમોશનની રાહ જોઈ રહેલા જાતકોને ખુશખબરી મળી શકે છે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)