આ મહિલાનું વજન છે 300 કિલો, પડ્યુ પડ્યુ સડવા લાગ્યુ શરીર, જાણો શુ છે સમગ્ર મામલો
આજ-કાલના જીવનમાં વધતુ વજન એ લગભગ મોટાભાગના લોકોની સમસ્યા થઇ ગઇ છે. જો કોઇનું 2 કિલો પણ વજન વધી જાય તો તેને ચિંતા થવા લાગે છે. ગુજરાતમાં એક એવી મહિલાની કહાની સામે આવી છે જેનું વજન 100 કે 200 કિલો નહિ પરંતુ 300 કિલો છે. તે પોતાની જગ્યા પરથી હલી પણ શકતી નથી.
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા સરલાબેન નું વજન અઢીસોથી ત્રણસો કિલોગ્રામ હોવાનું સાથી સેવા ગ્રુપ ના કેતન પટેલે જણાવ્યું છે. મહિલા છેલ્લા 12 થી 20 દિવસથી પોતાના ઘરમાં જ પડી રહેતી હતી. વજન વધુ હોવાના કારણે તેમ જ શરીર પડી જવાના કારણે સરલાબેન અસહ્ય પીડાનો સામનો કરી રહ્યા હતા.

આ મહિલાની મદદે રાજકોટનું સાથી સેવા ગ્રુપ આવ્યું હતું. સાથી સેવા ગ્રુપના જલ્પાબેન પટેલ અને તેમની ટીમ તેમના ઘરે પહોંચી હતી અને તેમને ફાયરબ્રિગેડની મદદથી ગાડીમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. મહિલાના પતિ દુબઇમાં મજૂરી કામ કરી રહ્યાં છે.
જલ્પાબેન પટેલે મહિલાને હોસ્પિટલ ખસેડવા માટે પહેલા ત્રણ એમ્બ્યુલન્સ મંગાવી હતી. પરંતુ તેમનું વધારે વજન અને શરીરની દયનીય સ્થિતિ જોઇ એમ્બ્યુલન્સમાં રાખવામાં મુશ્કેલી ઉભી થઇ હતી. બાદમાં જલ્પાબેન પટેલે રાજકોટ ફાયરબ્રિગેડની મદદથી તેમની ગાડીમાં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં પણ બેડ પર સુવડાવાને બદલે નીચે સુવડાવવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આથી સાથી સેવા ગ્રુપે રોષ વ્યક્ત કરતા બેડ પર સુવડાવવામાં આવ્યા હતા.

સરલાબેનના પતિ છેલ્લા દસ વર્ષથી દુબઈમાં મજૂરી કામ કરે છે. સરલાબેનને એક દીકરો છે કે જેની ઉંમર તેર વર્ષની છે. તે તેમની સેવા કરે છે. સરલાબેનની દયનીય હાલતની જાણ સાથે સેવા ગ્રુપને થતાં તેઓ સરલા બેનના ઘરે દોડી ગયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની મદદથી સરલાબેનને શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

રીપોર્ટ અનુસાર, સરલાબેનને વધતા વજનને કારણે આટલી પીડા થઇ રહી છે. જેને સહન કરવી મુશ્કેલ થઇ ગઇ છે. હાલમાં તેઓ રાજકોટની સિવિલ હોસ્પિટલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરલાબેનનો આ મામલો પૂરા વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.