ગુજરાતમાં કમોસમી વરસાદને પગલે પડેલી વીજળીએ લીધા 14 લોકોના જીવ

ગુજરાત કમોસમી વરસાદ : વીજળી પડવાથી 14 લોકોના મોત, નવ ઈજાગ્રસ્ત, જુઓ કોણ કેવી રીતે વીજળીનો ભોગ બન્યા

હાલમાં ગુજરાતમાં છેલ્લા બે દિવસથી શિયાળાની શરૂઆતમાં જ વરસાદી માહોલ જોવા મળ્યો. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો, અને આને કારણે ઘણા નુકસાનીના પણ સમાચાર આવ્યા. રાજ્યમાં એક જ દિવસમાં ભારે પવન સાથે વરસાદને કારણે 14 લોકોના મોત થયા.

પવન સહિત વરસાદને કારણે ગુજરાતમાં વીજળી પડવાની અનેક ઘટનાઓ બની અને અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયાની માહિતી સામે આવી છે. દાહોદમાં 3, ભરૂચમાં 2 અને અમદાવાદ, સાબરકાંઠા, ખેડા , પંચમહાલ, બોટાદ તેમજ મહેસાણા, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 1-1 લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક પશુઓના પણ મોત નીપજ્યા છે.

હવામાન વિભાગ દ્વારા જે આંકડા આપવામાં આવ્યા છે તે અનુસાર, સવારે 6 વાગ્યાથી સાંજના 8 વાગ્યા સુધીમાં 233 તાલુકામાં વરસાદ ખાબક્યો અને તેમાં સુરેન્દ્રનગરના ચુડામાં સૌથી વધારે 4.5 ઇંચ વરસાદ પડ્યો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પણ ઘણુ નુકશાન વેઠવવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદને પહલે પાકમાં રોગ આવવાની શક્યતાઓ પણ વધી છે.

Shah Jina