આગામી 30 દિવસ સુધી વરસાદ ગુજરાતને કરશે રમણ ભમણ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી, જુઓ શું કહ્યું ?

આ મહિનામાં જ નહિ આવતા મહિનામાં પણ મેઘરાજા થશે મહેરબાન, ઓગસ્ટમાં પણ ગુજરાતના આ વિસ્તારો થશે  જળ બંબાકાર, જુઓ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Ambalal patel Forecast : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો ઘણી જગ્યાએ છુટાછવાયા ઝાપટા પણ પડી રહ્યા છે અને ઘણી જગ્યાએ વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આ સપ્તાહમાં જ ભરપૂર વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આ બધા વચ્ચે જ અંબાલાલ પટેલની પણ એક ચોંકાવનારી આગાહી સામે આવી છે, તેમણે આગામી 30 દિવસ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

18 થી 21 જુલાઈ ધોધમાર :

વરસાદને લઈને હવામાન વિદ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે હાલમાં દીપ ડિપ્રેશન બની રહ્યું છે, જેના કારણે 18થી 22 જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ વરસશે. આ દરમિયાન તેમને જણાવ્યું કે અમદાવાદથી વડોદરા સુધીના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ થવાની શક્યતા છે, આ ઉપરાંત પાલનપુર, મહેસાણા, થરાદ, ડીસા અને સાબરકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના તેમને વ્યક્ત કરી છે.

ભૂમધ્ય સાગરમાં 3 જબરદસ્ત સ્ટોર્મ :

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 19થી 21 જુલાઈ દરમિયાન કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. આ દરમિયાન ભારે પવન સાથે અતિભારે વરસાદ થશે. આ વરસાદના કારણે સાબરમતી, નર્મદા અને તાપી નદીઓ બે કાંઠે વહેશે. સરદાર સરોવર પણ ઓવરફ્લો થવાની સંભાવના છે. અંબાલાલે જણાવ્યું કે ભૂમધ્ય સાગરમાં 3 જબરદસ્ત સ્ટોર્મ બની રહ્યા છે જેને કારણે ઓગસ્ટ મહિનામાં પણ ભારે પવન સાથે દરિયામાં હલચલ જોવા મળશે. આ ઉપરાંત 27થી 29 જુલાઈ દરમિયાન પણ વરસાદ થશે.

ઓગસ્ટમાં પણ જળ બમ્બાકાર :

ઓગસ્ટ મહિનામાં વરસાદની આગાહી કરતા અંબાલાલે જણાવ્યું કે હિન્દ મહાસાગરના હવામાન સાનુકૂળ હોવાથી આ મહિનામાં વરસાદ સારો રહેશે. સાથે જ 2થી 4 ઓગસ્ટ દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદ જોવા મળશે, સાથે જ 8થી 12 ઓગસ્ટ દરમિયાન પણ ઉત્તર અને મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

Niraj Patel