અમદાવાદના સૌથી ચર્ચિત SG હાઈવે પરના ઇસ્કોન બ્રિજ એક્સિડેટ કેસમાં મોટી અપડેટ સામે આવી છે. આરોપી તથ્ય પટેલના (Tathya Patel) પિતા પ્રજ્ઞેશ પટેલની અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે.
પ્રજ્ઞેશ પટેલે તેમના વાઈફ બીમાર હોવાનો અરજીમાં ઉલ્લેખ કર્યો હતો અને સિટીમાં પ્રવેશની માગ કરી હતી. તેની સાર સંભાળ રાખવા કોઈ નથી.પ્રજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવેલ અરજીની મામલે કોર્ટે પ્રજ્ઞેશ પટેલને અમદાવાદ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપી છે.
અમદાવાદના ISKCON Bridge Accident Caseની ગોઝારી ઘટનામાં પ્રજ્ઞેશ પટેલના દીકરા તથ્ય પટેલે પોતાની જેગ્યુઆર જગુઆર રથી 9 જેટલાં લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. જ્યારે પ્રજ્ઞેશ પટેલ તેના દીકરાનેને ઘટના સ્થળે લઈ ગયા હતા ત્યારે ત્યાં હાજર લોકોને ધમકાવ્યા હતા.
આ મામલે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારે બાદ કોર્ટે 1 નવેમ્બર 2023ના રોજ પ્રજ્ઞેશ પટેલને શરતી જામીન આપ્યા હતા. જે હેઠળ શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. સાથે ફક્ત ટ્રાયલ કોર્ટમાં મુદ્દત વખતે જ પ્રજ્ઞેશ પટેલ અમદાવાદમાં આવી શકે તેવી શરત મૂકવામાં આવી હતી.
આ મામલે તથ્ય પટેલના પિતા પ્રગ્નેશ પટેલ પર પોલીસે IPCની કલમ 279, 337, 338, 304, 308, 504, 506(2) અને ઝડપથી ગાડી ચલાવવા બદલ મોટર વહીકલ એક્ટ 177, 184 તેમજ 134(B) અંતર્ગત ગુનો નોંધ્યો હતો.