દુલ્હને લગ્નમાં કરી એવી ધાંસૂ એન્ટ્રી કે દુલ્હો તો જોતો જ રહી ગયો, વીડિયોમાં છેલ્લે જોવા મળ્યો એક ક્યુટ ટ્વીસ્ટ

દરેક છોકરીનું સપનું હોય છે કે જ્યારે તે દુલ્હન બને ત્યારે તેની ધમાકેદાર એન્ટ્રી થાય. દુલ્હનની એન્ટ્રી જોવા માટે લોકો આતુર હોય છે. દુલ્હન પહેલાથી જ તેની એન્ટ્રી માટે ઘણી તૈયારી કરતી હોય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળ્યું, જ્યારે દુલ્હન તેના પરિવારના સભ્યો અને મિત્રો સાથે ભવ્ય અંદાજમાં એન્ટ્રી લીધી. લગ્નમાં દુલ્હનની એન્ટ્રીનો એક વીડિયો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગુરુગ્રામ સ્થિત સબા કપૂરે તેના પરિવાર અને મિત્રોને તેની સરપ્રાઈઝ બ્રાઈડ એન્ટ્રીમાં સામેલ કર્યા.

ક્લિપમાં, સબા કપૂર અને તેનો પરિવાર 2016ની ફિલ્મ ‘બાર બાર દેખો’ના ગીત ‘સૌ આસમાન’ પર ડાન્સ કરતા જોવા મળે છે. કન્યાના મિત્રો અને પરિવારના સભ્યો બંને બાજુએ ઊભા હોય છે, જ્યારે વરરાજા સૌથી છેલ્લે ઊભો હોય છે અને તેની રાહ જુએ છે. જેવી દુલ્હનની એન્ટ્રી થાય છે કે, બધા તેની સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વિડિયો સૌથી પહેલા વાયએસડીસી વેડિંગ કોરિયોગ્રાફીએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ક્લિપ શેર કરતા તેણે લખ્યું, ‘સરપ્રાઈઝ બ્રાઈડ એન્ટ્રી’.વીડિયોના કેપ્શનમાં એવું પણ લખવામાં આવ્યું છે કે સુપર સ્પેશિયલ મોમેન્ટ જોવા માટે વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ. જો કે તેને ગયા મહિને ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યું હતું, જ્યાં તેને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે. આ વીડિયો જોયા બાદ લોકોએ તેના જોરદાર વખાણ કર્યા.

હાલમાં જ આ વીડિયો ટ્વિટર પર પોસ્ટ થયા બાદ વાયરલ થવા લાગ્યો હતો. અત્યાર સુધીમાં તેને 2 લાખ 24 હજારથી વધુ વખત જોવામાં આવી ચૂક્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો જોયા બાદ લોકો દુલ્હનના જોરદાર વખાણ કરી રહ્યા છે.

એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, ‘ઇન્સ્ટાગ્રામ પર દુલ્હનની એન્ટ્રીના વીડિયો મેં જે અત્યાર સુધી જોયા છે તેમાંથી આ સૌથી શ્રેષ્ઠ વીડિયો છે’. અન્ય એક યુઝરે કહ્યું કે આ ક્યૂટ મોમેન્ટના વીડિયોએ તેનો દિવસ બનાવી દીધો. આ વીડિયો સોશિયલ મીડિયા પર લોકો દ્વારા ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

Shah Jina