સ્ટેજ ઉપર વર-કન્યા બેઠા હતા ત્યારે જ એક સુંદર છોકરી સાથે વરરાજા કરવા લાગ્યો વાત અને કન્યાને કરી ઇગ્નોર, પછી કન્યાએ જે કર્યું તે જોઈ હેરાન રહી જશો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, વીડિયોની અંદર આપણને લગ્નના અલગ અલગ રીતિ રિવાજો પણ જોવા મળતા હોય છે તો સાથે સાથે ઘણીવાર વર-કન્યાની મજાક મસ્તી પણ જોવા મળતી હોય છે. ત્યારે હાલ એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો લગ્ન બાદ યોજાઈ રહેલા કોઈ સત્કાર સમારંભનો લાગી રહ્યો છે. જેમાં વર-કન્યા સ્ટેજ ઉપર બેઠા છે. ત્યારે વરરાજા તેની બાજુમાં બેઠેલી કોઈ છોકરી સાથે વાત કરવામાં એટલો બધો મશગુલ બની જાય છે કન્યા તેને બોલાવતી હોય છે તો પણ તેના તરફ તે ધ્યાન નથી આપતો.

આ દરમિયાન કન્યા પણ તેને વારંવાર બોલાવે છે, તેના ખભે હાથ મૂકે છે, પરંતુ વરરાજા તો જાણે કે તે છોકરી સાથે વાતોમાં એકદમ ડૂબી જ ગયો છે, આ જોઈને કન્યાને ગુસ્સો આવે છે અને પછી વરરાજાના માથા ઉપર ટપલી મારીને તેને એવું કહેતા જોવા મળી રહી છે કે હું અહીંયા બેઠી છું, જેના બાદ વરરાજા એકદમ શોક થઇ જાય છે અને તેની બાજુમાં બેઠેલી છોકરી હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by unzip world (@unzip.world)

કન્યા પણ જયારે જુએ છે કે કોઈ તેમનો વીડિયો બનાવી રહ્યું છે ત્યારે તે પણ ખડખડાટ હસવા લાગે છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયોને જોઈને હસી રહ્યા છે,. ઘણા લોકો આ વીડિયોની અંદર કોમેન્ટ કરીને  પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 25.3 મિલિયન કરતા પણ વધારે લોકોએ જોઈ લીધો છે.

Niraj Patel