માતાનું સપનું પૂર્ણ કરવા માટે દીકરો હેલીકૉપ્ટરમાં લઈ આવ્યો કન્યા, દહેજ લીધા વિના કર્યા ધામધૂમથી લગ્ન, સમાજને આપ્યું મોટું ઉદાહરણ

હેલિકોપ્ટરમાં જાન આવી અને એક રૂપિયાનું દહેજ લીધા વગર કર્યા લગ્ન, આખા ગમે પેટ ભરીને કર્યા વખાણ- જુઓ PHOTOS

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખુબ જ ખાસ બનાવવા માંગતા હોય છે. ઘણા લોકો પોતાના લગ્નની અંદર ઘણો બધો ખર્ચ પણ કરતા હોય છે તો છેલ્લા થોડા સમયથી હેલીકૉપ્ટરની અંદર જાન લઈએં જવાનું અને કન્યા ઘરે લાવવાનું ચલણ પણ વધ્યું છે, ત્યારે આવો જ એક મામલો હાલ સામે આવ્યો છે, જેમાં માતાનું સપનું પૂર્ણ કરવા દીકરો હેલીકૉપ્ટરમાં કન્યા લઈને આવ્યો.

આ અનોખા લગ્ન યોજાયા છે હરિયાણાના પાનીપતમાં. જ્યાંના મુનીષ સૈની નામના યુવકના લગ્ન જીંદના નરવાનાની રહેવાસી મોનીકા સાથે યોજાયા હતા. લગ્ન બાદ મુનીષ તેની પત્નીને હેલીકૉપ્ટરમાં સાસરે લઈને આવ્યો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ લગ્નમાં મુનીષ માત્ર હેલીકૉપ્ટર લઈને આવ્યો તે કારણે જ ચર્ચામાં નથી આવ્યા. પરંતુ મુનિષે સમાજને એક મોટું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. જ્યાં આજના સમયમાં ઘણા લોકો દહેજ લઈને લગ્ન કરતા હોય છે, લગ્નમાં મોટી મોટી માંગણીઓ કરતા હોય છે ત્યાં આ લગ્નની અંદર મુનિષે એક પણ રૂપિયાનું દહેજ લીધું નહોતું.

મુનીષ સૈનીના પિતા રામકુમાર સૈનીએ પણ જણાવ્યું કે તેમાં ત્રણ દીકરા અને એક દીકરી છે. મોટા બંને દીકરાઓના લગ્નમાં પણ તેમને દહેજ નથી લીધું અને ના તેમને પોતાની દીકરીના લગ્નમાં દહેજ આપ્યું છે.

તો મુનીષની માતાનું સપનું હતું કે તેનો નાનો દીકરો હેલીકૉપ્ટરમાં જાન લઈને આવે. અને દીકરાએ તેની માતાનું આ સપનું પણ પૂર્ણ કર્યું. મુનીષના પિતાનું કહેવું છે કે સમાજની અંદર છોકરા અને છોકરીમાં ફર્ક ના સમજવો જોઈએ. બંને એક સમાન જ છે.

પોતાની માતાનું સપનું પૂર્ણ કરવા માટે મુનિષે દિલ્હીની એક કંપની સાથે સંપર્ક કરીને હેલીકૉપ્ટર બુક કરાવ્યું હતું. અને હેલીકૉપ્ટરથી જ કન્યા લાવવાનો નિર્ણય કર્યો હતો. સેક્ટર 24માં બનેલા હેલિપેડ ઉપર હેલીકૉપ્ટરને જોવા માટે સેંકડો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

Niraj Patel