આ યુવકે તેની મંગેતરની મોત બાદ પણ કર્યા તેની સાથે લગ્ન, અંતિમ સંસ્કાર વખતે લીધી લગ્નની કસમો

લગ્નના ઠીક પહેલા થઇ પ્રેમિકાની મોત, મંગેતરે તો પણ ન તોડ્યો સંબંધ… હવે પૂરી કરી રહ્યો છે છેલ્લી ઇચ્છાઓ

કહેવાય છે કે, પ્રેમને કોઇ બંધન નથી નડતુ. જો કે, આ પહેલા તમે એવું સાંભળ્યુ હશે કે પ્રેમ જીવન-મરણનું પણ બંધન નથી સમજતો. એક વ્યક્તિએ સાબિત કરી દીધુ કે પ્રેમ માટે કોઇનું હોવુ જરૂરી નથી, આ સંબંધ આત્માનો હોય છે. રેયાન નામના વ્યક્તિનાા લગ્ન પહેલા જ તેની પ્રેમિકાની મોત થઇ ગઇ. તો પણ રેયાને મંગેતરના અંતિમ સંસ્કાર પર લગ્નની કસમો લીધી. 25 વર્ષિય રેયાન અને કેટની પ્રેમ કહાની કોઇ ફિલ્મની સ્ક્રિપ્ટ કરતા કમ નથી. પરંતુ એ હકિકત  છે કે આ બંનેના લગ્નને લગભગ 2 સપ્તાહ જેટલો જ સમય રહી ગયો હતો અને કેટની મોત થઇ ગઇ.

રેયાન તેની મંગેતર અને બાળપણની મિત્રની મોતનું ગમ સહન કરી શકયો નહિ અને તેણે કેટના અંતિમ સંસ્કાર પર તેવી રીતે તેના સાથે લગ્ન કર્યા, જેવુ પહેલા પ્લાનિંગ કરવામાં આવ્યુ હતુ. રેયાન અને કેટ બાળપણના મિત્રો હતા. 30 મે 2020ના રોજ રેયાને કેટને પ્રપોઝ કર્યુ હતુ. કેટે તેને હા જવાબ પણ આપ્યો. આ ખુશીના આગળના જ દિવસે કેટને છાતીમાં દુખાવાની ફરિયાદ થઇ. તમામ ટેસ્ટ અને ઘણા ડોક્ટર્સને બતાવ્યા  બાદ ખબર પડી કે તેને સ્કિન કેન્સર થઇ ચૂક્યુ છે. બીમારી તેના માથા, સ્પાઇન, સ્પલીન, કિડની અને ફેફસા સુધી પહોંચી ગઇ હતી. પ્રપોઝલના 6  સપ્તાહ બાદ ખબર પડેલી આ બીમારીએ બંનેને તોડી દીધા હતા.

કેટની સારવાર ચાલવા લાગી, પરંતુ હાલત ઠીક થવાની જગ્યાએ બગડતી જઇ રહી હતી. રેયાન જણાવે છે કીમોથેરેપી કામ કરી રહી હતી અને વચ્ચે લાગ્યુ કે બધુ ઠીક થઇ જશે. પછી 7 માર્ચ 2021ના રોજ કેટની બીમારી વધી. આ બાદ ડોક્ટરે સ્પષ્ટ કહી દીધુ કે તે વધારે જીવી નહિ શકે, હોસ્પિટલથી તેને ઘરે લાવવામાં આવી અને રેયાન તેની સાથે  રહેવા લાગ્યો. રેયાને તેની હાલત જોતા લગ્ન કરવાનો નિર્ણય લીધો.

લગ્નની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ  પરંતુ આ વચ્ચે લગ્નના બે સપ્તાહ પહેલા 14 એપ્રિલ 2021ના રોજ કેટની મોત થઇ હતી. રેયાને કેટની મોત પોતાની આંખોથી જોઇ. કેટની મોત બાદ પણ તેને લગ્ન કર્યા. તેની પસંદની ડ્રેસ, જગ્યા અને મહેમાનો વચ્ચે રેયાને તેની સાથે લગ્નની કસમ લીધી. હવે કેટની જણાવેલી વિશ લિસ્ટની તે બધી વસ્તુ પૂરી કરી રહ્યો છે. કારણ કે કેટ જયાં પણ હોય તે આ જોઇને ખુશ રહે.

 

View this post on Instagram

 

A post shared by Ryan Dixon (@ryan_dixon96)

Shah Jina