પોતાના લગ્ન પૂર્ણ કરીને તરત પરીક્ષા આપવા માટે ભાગ્યો વરરાજા, પરીક્ષા હોલની બહાર ગાડીમાં રાહ જોતી રહી કન્યા…

કન્યા વિદાય બાદ તરત જ બાકીના રિવાજ અધૂરા રાખીને વરરાજા પહોંચ્યો પરીક્ષા કેન્દ્ર પર, પરીક્ષાર્થીઓ પણ જોઈને રહી ગયા હક્કાબક્કા, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે તો સાથે જ ઘણા બધા ક્ષેત્રોની પરીક્ષાઓ પણ ચાલી રહી છે. આ દરમિયાન ઘણા લોકો માટે એ પ્રશ્ન પણ બને છે કે લગ્નમાં જવું કે પરીક્ષા આપવી. આના કારણે જ ઘણા લોકો લગ્નમાં સામેલ પણ નથી થઇ શકતા. પરંતુ જો પરીક્ષા લગ્ન કરી રહેલા વર-કન્યા માંથી કોઈની હોય તો શું થાય ?

આવી જ એક ઘટના હાલ સામે આવી છે. હરિદ્વારની પૂર્ણાનંદ તિવારી લો કોલેજમાં સોમવારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. એલએલબીના પાંચમા સેમેસ્ટરની પરીક્ષા દરમિયાન એક વિદ્યાર્થી વરરાજાના ડ્રેસમાં પરીક્ષા આપવા આવ્યો અને તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.  હકીકતમાં ગાઝીવાલી શ્યામપુરના રહેવાસી તુલસી પ્રસાદ ઉર્ફે તરુણના લગ્ન હરિયાણાની એક યુવતી સાથે થયા હતા.

પરંતુ લગ્નની વિધિના દિવસે તેની એલએલબીની પરીક્ષા પણ હતી. એટલા માટે વરરાજા લગ્ન પત્યા બાદ કન્યા વિદાય થતા જ  કન્યા સાથે તરત જ કોલેજ પહોંચી ગયો અને પરીક્ષા આપી. પરીક્ષા 12 વાગે શરૂ થઈ અને તે પૂરી થઈ ત્યાં સુધી તેની પત્ની પરિવારના સભ્યો સાથે બહાર કારમાં તેની રાહ જોતી રહી. કૉલેજના પ્રિન્સિપાલ અશોક કુમાર તિવારીએ વિદ્યાર્થિનીના લગ્ન જીવનની સાથે વ્યાવસાયિક જીવનને પણ પ્રાધાન્ય આપવા બદલ પ્રશંસા કરી હતી.

વરરાજા તરુણ કહે છે કે મારા લગ્ન રવિવારે રાત્રે હરિયાણામાં થયા હતા. પરંતુ પરીક્ષા આપવી પણ જરૂરી હતી. તેથી જ અમે ઘરે ગયા વિના અને રિવાજો પૂરા કર્યા વિના ત્યાંથી સીધા હરિદ્વાર પહોંચી ગયા. પરીક્ષા પૂરી થઈ ગઈ છે એટલે હવે અમે અમારી વિધિ પૂરી કરીશું. મને વરરાજાના ડ્રેસમાં જોઈને કેટલાક વિદ્યાર્થીઓ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓને ખબર હતી કે પરીક્ષાના દિવસે જ મારા લગ્ન થવાના છે. વરરાજાના ડ્રેસમાં પરીક્ષા હોલમાં જવાનું પણ મને અજુગતું લાગ્યું, પરંતુ પરીક્ષા પ્રથમ હોવાથી જવું પડ્યું.

તરુણે કહ્યું કે પરીક્ષા લગભગ બે કલાક સુધી ચાલી, ત્યાં સુધી મારી દુલ્હન મારી રાહ જોઈ રહી હતી. પરંતુ હું 20 મિનિટ વહેલો પરીક્ષા પૂરી કરીને પાછો આવ્યો હતો. કોલેજના પ્રિન્સિપાલ અશોક કુમાર તિવારીએ કહ્યું કે જો તરુણ પરીક્ષા છોડી દે તો તેનું એક વર્ષ બરબાદ થઈ જતું. તેમણે કહ્યું કે આ ખૂબ જ સારી વાત છે કે વિદ્યાર્થીએ તેની કારકિર્દીને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લીધો. જ્યારે તે યુનિફોર્મમાં ન પહોંચ્યો તો અગાઉ તેણે વરરાજાના ડ્રેસમાં આવવાની પરવાનગી પણ લીધી હતી. વિદ્યાર્થીના ભવિષ્યને જોતા તેને પરીક્ષા આપવાની છૂટ આપવામાં આવી હતી. પરીક્ષા બાદ તે ઘરે ગયો.

Niraj Patel