ખબર

નવસારીના આ વરરાજાનો શોખ તો જુઓ…ના ગાડી ના ઘોડી, પણ JCBમાં આવ્યો જાન લઈને, જોઈને કન્યાપક્ષના લોકો પણ રહી ગયા હક્કાબક્કા, જુઓ

પટેલનો દીકરો JCBમાં જાન લઈને સાસરે પહોંચ્યો, જોઈને સૌ કોઈ રહી ગયા હેરાન, વીડિયો અને તસવીરો થઇ વાયરલ, જુઓ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આખા દેશ સમેત ગુજરાતમાં પણ ઠેર ઠેર લગ્નની ધૂમ મચેલી જોવા મળી રહી છે. ત્યારે આ દરમિયાન લગ્ન કરનારા યુગલો પણ પોતાના લગ્ન ખાસ બને એ માટેના તમામ પ્રયાસો કરતા હોય છે. ઘણા યુગલના લગ્ન ચર્ચામાં પણ આવી જતા હોય છે. હાલ નવસારીમાંથી એક એવા જ લગ્ન સામે આવ્યા છે જેની તસવીરો અને વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે.

તમે અત્યાર સુધી લગ્નમાં ઘણા લોકોને મોંઘીદાટ લક્ઝુરિયસ કારમાં જાન લઈને જતા જોયા હશે, પરંતુ ચીખલીના આ વરરાજાએ તો એક નવો જ અંદાજ અપનાવ્યો. આ વરરાજા ગાડી કે ઘોડીમાં નહિ પણ JCBમાં જાન લઈને પહોંચ્યો હતો. આ અનોખી જાન જોવા માટે લોકોના ટોળા પણ જમ્યા હતા. વરરાજા જેસીબીના આગળના ભાગ પર બેસીને જાન લઈને નીકળ્યો.

આ અનોખી ઘટના સામે આવી છે ચીખલીના ક્લીયારી ગામમાંથી. જ્યાં ઘોડીયા પટેલ સમાજના કેયુર પટેલે પોતાના લગ્નમાં JCBમાં જાન લઈને જવાનું નક્કી કર્યું અને તેમને આ રીતે જાન લઈને આવતા જોઈને કન્યા પક્ષના લોકો પણ હેરાન રહી ગયા હતા. રસ્તે જતા સૌ કોઈની આંખો આ જાન જોઈ રહી હતી.

JCB પર જાન લઈને મંડપ સુધી પહોંચનારા વરરાજા કેયુર પટેલ ખેતી કામ કરે છે અને તેને થોડા સમય પહેલા જ પંજાબના એક લગ્નનો વીડિયો જોયો હતો જેમાં પણ વરરાજા JCBમાં પરણવા માટે જાય છે. આ જોઈને તેના મનમાં પણ એવી વિચાર આવ્યો કે પોતાના લગ્નમાં પણ આ રીતે જ જાન લઈને પહોંચશે અને હવે તેને પોતાની આ ઈચ્છા પણ પુરી કરી દીધી.