દહેજમાં ના મળી BMW કાર તો ગોવા એરપોર્ટ જ ડોક્ટર દુલ્હનને છોડી ભાગી ગયો દુલ્હો, દીકરીના બાપે કહ્યું 2 કરોડ ખર્ચી નાખ્યા….

ભણેલા ગણેલા ડોક્ટરે દહેજમાં BMW માંગી, કાર ન મળી તો ડોક્ટર દુલ્હનને છોડીને વરરાજો ભાગ્યો, મગજ માળિયે ચડાવી દે એવી સત્ય ઘટના વસાનહો

આજે ભલે જમાનો ગમે એટલો આગળ વધી ગયો હોય પણ ઘણા એવા લોકો છે હજી પણ છોકરા કરતા છોકરીને ઓછી માને છે અથવા તો લગ્નમાં દહેજ લે છે. ત્યારે હાલમાં એક મામલો સામે આવ્યો, જે ઘણો અજીબ અને ચોંકાવનારો હતો. એવું હતુ કે, મેટ્રોમોનિયલ સાઇટ પર બાયોડેટા જોઇ ડોક્ટર છોકરીના લગ્ન હિસારના રહેવાસી ડોક્ટર દંપતીના દીકરા સાથે થયા,

પણ લગ્નના આગળના દિવસે જ દહેજમાં BMWની માગ પૂરી ન થવા પર દુલ્હો નવી નવેલી દુલ્હનને એરપોર્ટ પર છોડી ફરાર થઇ ગયો. મેટ્રોમોનિયલ સાઇટ પર ફરીદાબાદની રહેવાસી ડોક્ટર છોકરીના બાયોડેટા જોઇ હિસારના ડોક્ટર દંપતિ આભા ગુપ્તા અને અરવિંદ ગુપ્તાએ નેપાળ યુનિવર્સિટીમાં ડોક્ટરનો અભ્યાસ કરી રહેલા પોતાના દીકરા અબીર સાથે નક્કી કરી હતી.

26 જાન્યુઆરી 2023ના રોજ લગ્નની તારીખ નક્કી થઇ. પીડિતાના પિતાનો આરોપ છે કે લગ્નના ઠીક પહેલા અબીરના માતા-પિતાએ 25 લાખ રૂપિયાની માગ રાખી, જેને તેમણે પૂરી કરી. છોકરીના પિતા અનુસાર, તે બાદ દુલ્હાએ છોકરીવાળાના ખર્ચે ગોવામાં એક મોંઘી હોટલમાં લગ્નના ફેરા લીધા.

 

ત્યાં ફેરા બાદ અબીરના માતા-પિતાએ BMW કારની માગ રાખી. તે લોકોએ કહ્યું કે જ્યારે BMWની માગ પૂરી થશે ત્યારે જ તે દુલ્હનને પોતાની સાથે લઈ જશે. કોઈક રીતે તેમણે હાથ જોડીને છોકરીને વિદાય આપી, પણ અબીરના માતા-પિતા તેને મળ્યા વિના લગ્ન સ્થળ છોડી ગયા. જે બાદ લગ્ન સ્થળના સંચાલકોએ લગ્ન સમારંભની રકમ ન ચૂકવવા બદલ તેમની ધરપકડ કરી. કોઈક રીતે, તેમણે સંબંધીઓ પાસેથી પૈસા મેળવ્યા અને લગ્ન સ્થળ માટે પૈસા ભર્યા.

બીજી તરફ દુલ્હનને વિદાય કર્યા બાદ અબીર થોડીવારમાં સિક્યુરિટી ચેકિંગ નજીક આવીશ તેમ કહીને ગોવા એરપોર્ટથી નીકળી ગયો અને તેણે પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો. આ દરમિયાન અબીરની માતા પણ એરપોર્ટ પર પહોંચી ગઈ હતી અને તેની પુત્રી પાસેથી દાગીના ભરેલી બેગ આંચકી લીધી અને તે પણ ભાગી ગઈ. લાંબા સમય સુધી અબીર પરત ન આવતાં તેની પુત્રીએ ફોન કરીને પિતાને આ અંગે જાણ કરી.

જે બાદ તે એરપોર્ટ પર પહોંચ્યા અને અબીરને શોધ્યો. ઘણી શોધખોળ બાદ પણ અબીર ન મળ્યો તો સીસીટીવી કેમેરા ચેક કરતા તે ભાગતો જોવા મળ્યો. ત્યારબાદ કેટલાક લોકોની મદદથી અબીરને પકડવામાં આવ્યો અને ગોવા પોલીસને ફરિયાદ કરવામાં આવી. પરંતુ ગોવા પોલીસે આ મામલામાં તેની કોઈ મદદ કરી ન હતી. મીડિયા સાથે વાત કરતા પીડિતાના પિતાએ જણાવ્યું હતું કે તેમણે પુત્રીના સંબંધ અને લગ્ન બાદ લગભગ 2 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે.

ગોવા પોલીસ તરફથી ન્યાય ન મળતા તેમણે ફરીદાબાદના સેક્ટર-8 પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ કરી છે. તેમજ સમાજમાં આવા દહેજ લોભી લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું તેઓ ઈચ્છે છે. આ મામલે સેક્ટર-8 પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જનું કહેવું છે કે પીડિતાની ફરિયાદ પર આરોપી વરરાજા અને તેના માતા-પિતા વિરુદ્ધ કલમ 323, 120B, 377, 379A, 498A, 406, 506 અને 511 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

Shah Jina