લગ્નમાં થતા આવા કાંડ તો તમે આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય, ક્યાંક વર કન્યા ધડામ દઈને પડ્યા તો ક્યાંક વરરાજાનો જ થયો ફિયાસ્કો, જુઓ મજેદાર વીડિયો

હાલ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે, એક તરફ દેશમાં લગ્નની સીઝન પૂર બહારમાં ખીલી છે, તો બીજી તરફ સોશિયલ મીડિયામાં લગ્નના વાયરલ વીડિયોએ પણ ધમાલ મચાવી દીધી છે. ત્યારે આજે અમે તમને આવા વાયરલ વીડિયોની વણઝાર બતાવીશું જેમાં એક પછી એક લગ્નની એવી ઘટનાઓ વાયરલ થઇ છે જેને જોઈને તમે પેટ પકડીને હસવા માટે મજબુર બની જશો.

વાયરલ થઇ રહેલા એક વીડિયોની અંદર જોઈ શકાય છે કે વર-કન્યા લગ્ન માટે તૈયાર થઈ જાય છે અને તેઓ એકબીજાને હાર પહેરાવવા સ્ટેજ પર આવે છે અને સંબંધીઓ વર-કન્યાને ઉપાડે છે. ત્યાં વર કહે છે કે હું પહેલા માળા પહેરાવીશ અને કન્યા કહે છે કે હું માળા પહેલા પહેરાવીશ.

જેના કારણે વર-કન્યા વચ્ચે ઝપાઝપી થઇ જાય છે. આ દરમિયાન, વર અને કન્યાના પરિવારના સભ્યોએ વર-કન્યાને પોતાના હાથે ઊંચક્યા હોય છે તેમનું સંતુલન બગડી જાય છે અને વર કન્યા ધડામ દઈને નીચે પડે છે.  વર-કન્યાનો આ વીડિયો જોઈને લોકો ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે અને તેઓ પોતાનું હાસ્ય રોકી શક્યા નથી.

આજ વીડિયોની અંદર બીજા ઘણા પણ વીડિયો છે જે તમને પેટ પકડીને હસવા માટે મજબુર કરી દેશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અજીબોગરીબ કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક દર્શકે લખ્યું કે તેણે આ પ્રકારના લગ્ન પહેલીવાર જોયા છે. જ્યારે બીજાએ લખ્યું કે લગ્ન છે કે યુદ્ધનું મેદાન.

Niraj Patel