લગ્નમાં દુલ્હાએ દુલ્હનને ઈમ્પ્રેસ કરવા પિસ્તોલ નીકાળી હવામાં કર્યું ફાયરિંગ અને ફસાયા મુસીબતમાં, જુઓ વીડિયો…

દુલ્હાએ દેખાડી હીરોગીરી, દુલ્હને પણ કર્યું તાબડતોડ ફાયર, હવે…જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક લગ્નનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્ટેજ પર દુલ્હો અચાનક પિસ્તોલ નીકાળે છે અને ફાયરિંગ કરવા લાગે છે. દુલ્હન દુલ્હા જોડે ઉભી જ હતી. દુલ્હને પણ ફાયરિંગ કરવામાં દુલ્હાનો પૂરો સાથ આપ્યો હતો. આનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો અને હવે બંને મુશ્કેલમાં ફસાઈ ગયા છે. દુલ્હા વિરિદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. બીજા આરોપીઓ વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

આ મામલો રાજધાની દિલ્હી ગાઝિયાબાદમાં એક લગ્ન દરમ્યાનનો છે. આ વીડિયોમાં નવવિવાહિત દુલ્હા દુલ્હન પિસ્તોલની 4 રાઉન્ડ ફાયર કરે છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ મામલાની તાપસ માટે લાગી ગઈ છે. આ વિડીયો 10 સેકેંડનો છે અને ગાઝિયાબાદ સ્તિથ સૂર્ય ફાર્મહાઉસમાં લગ્ન દરમ્યાન દુલ્હા દુલ્હન એક મંચ પર સાથે ઉભા હતા. તેમજ દુલ્હાના હાથમાં એક પિસ્તોલ પણ નજર આવી રહી છે. દુલ્હો તેનો નવાબ બતાવતા અને દુલ્હનને ખુશ કરવા માટે દુલ્હો હવામાં 4 રાઉન્ડ ફાયર કરે છે.

આ ફાયરિંગમાં દુલ્હન પણ સાથ આપતી નજર આવી રહી છે. સાથે જ લગ્નના જશ્નમાં ડૂબેલા લોકો દુલ્હાની આ હરકત જોઈને ખુશ થઇ રહ્યા હતા. મામલો સામે આવ્યા પછી ગાઝિયાબાદ પોલીસે કેસ નોંધ્યો અને દુલ્હને શોધવા માટે લાગી ગઈ છે. સીઓ ફર્સ્ટ સ્વતંત્ર સિંહે કહ્યું કે,’13 ડિસેમ્બરે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વીડિયો અમારા ધ્યાનમાં આવ્યો હતો.

ફાયરિંગના આ વીડિયોની ગાઝિયાબાદ કોતવાલી પોલીસે શોધખોળ કરી અને યુવક વિરિદ્ધ કેસ દાખલ કરી લીધો હતો તેના સિવાય પોલીસ વિવિધ પાસાઓ પર પણ તાપસ કરી રહી છે. જણાવી દઈએ કે આની પહેલા ઈન્દિરાપુર થાનામાં પણ આવી રીતે દુલ્હા દુલ્હનના લગ્ન દરમ્યાન સ્ટેજ પર ફાયરિંગ કરવાનો વીડિયો સામે આવ્યો હતો.

Patel Meet