લગ્નમાં કન્યાને વરમાળા પહેરાવતો હતો વરરાજા ત્યારે જ ફટાકડો ફોડતા ભડક્યો વરરાજા…લોકોએ કહ્યું, “ક્યા દુલ્હા બનેગા રે તું…”, જુઓ વીડિયો

ફટાકડો ફૂટતા જ ભડકીને કૂદવા લાગ્યો વરરાજા… લોકો પણ પેટ પકડીને હસવા લાગ્યા… વાયરલ થયો વીડિયો, જુઓ

હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને આ માહોલ વચ્ચે ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનાઓ પણ જોવા મળતી હોય છે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. ઘણીવાર વર-કન્યાના મિત્રો દ્વારા થતી મસ્તી તો ઘણીવાર કોઈનો ડાન્સ વાયરલ થઇ જાય છે.

ત્યારે હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પેટ પકડીને હસવા માટે પણ મજબુર બની ગયા છે. લગ્ન દરમિયાન છોકરીથી લઈને છોકરાવાળા પણ ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. લગ્નની વિધિ દરમિયાન ઘણી વખત એવા પ્રસંગો આવે છે, જ્યારે જાનૈયાઓ નાચવાથી લઈને ભાભી સુધીની મજાક કરતા જોવા મળે છે.

ત્યારે હાલમાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં વર-કન્યા સ્ટેજ પર વરમાળાની વિધિ પૂરી કરતા જોવા મળે છે. ઉજવણીના વાતાવરણને બમણું કરવા માટે એક વ્યક્તિ ફટાકડા ફોડે છે. જેના વિસ્ફોટનો અવાજ એટલો જોરદાર હોય છે કે વરરાજા તેને બંદૂકમાંથી નીકળેલી ગોળી સમજીને ડરી જાય છે, આવું થતાં જ વરરાજાની પ્રતિક્રિયા જોઈને બધા હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by JIYA MEENA (@jiya_9017)

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો આ વાયરલ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, ‘વરરાજા એવા ભ્રમમાં હતો કે છોકરીના પ્રેમીએ ફાયરિંગ નથી કર્યું ને.’ બીજાએ લખ્યું, ‘ભાઈ, વર નબળો નીકળ્યો’. વરરાજાનો પક્ષ લેતા એક યુઝરે લખ્યું, ‘વરરાજા શિષ્ટ અને સિમ્પલ છે, તેને લડવું બિલકુલ પસંદ નથી.’

Niraj Patel