સુરતના ધોળકિયાના પરિવારમાં થયો રાજકુમારી જેવી દીકરીનો જન્મ, આખી લકઝરી બસને શણગારીને સુરતમાં ફેરવી ધામધૂમથી ઘરે લઇ આવ્યા, જુઓ વીડિયો

આપણા દેશમાં હવે ઘણી બધી પ્રથાઓ બદલાઈ ગઈ છે, પહેલાના સમયમાં દીકરીના જન્મ સમયે પરિવાર ખુશ નહોતો થતો પરંતુ આજે તો દીકરીના જન્મને એક ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે, ઘરમાં દીકરીનો જન્મ થાય તો તેને વાજતે ગાજતે ઘરે લઇ આવવામાં આવે છે, આવી જ ઘણી ખબરો સામે આવતી હોય છે, જેમાં દીકરીનું ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હોય.

ત્યારે હાલ એક એવી જ ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાંના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સેવાભાવી વ્યક્તિત્વ ધરાવનારા અરબોપતિ ગોવિંદભાઇ ધોળકિયાના ઘરમાં દીકરીના જન્મની કિલકારીઓ ગુંજી ઉઠી અને તેમને પોતાના ઘરમાં દીકરીનું આગમન પણ ખુબ જ અનોખા અંદાજ અને ધામધૂમથી કરી હતી.

હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના પરિવારમાં વર્ષો બાદ દીકરીનો જન્મ થયો, જેના કારણે દીકરીના વધામણાં પણ રાજકુમારીની જેમ કરવામાં આવ્યા. દીકરીના વધામણાં કરવા માટે તેમને એક ખાસ લકઝરી બસ શણગારી અને આ બસને સુરતના જાહેર રસ્તા ઉપર ફેરવી અને પોતાના ઘરે દીકરીને લઇ આવ્યા હતા.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર ગોવિંદ ધોળકિયાના દીકરા શ્રેયાંશ ધોળકિયાના ઘરે રામનવમીના શુભ દિવસે જ દીકરીનો જન્મ થતા જ પરિવારમાં ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો હતો. વર્ષોથી પોતાના ઘરમાં દીકરીનો જન્મ થાય તેની રાહ જોઈ રહેલા ધોળકિયા પરિવારમાં દીકરીનો જન્મ થતા જ દાદા ગોવિંદભાઇની ખુશીનો પાર ના રહ્યો અને તેમને ધામધૂમથી દીકરીના વધામણાં કરવાનું નક્કી કર્યું.

ચાર ચાર દાયકા બાદ પોતાના ઘરમાં દીકરીનો જન્મ થતા જ ગોવિંદભાઇ ધોળકિયાએ પોતાની પર્સનલ વેનિટી વેનને એક નવું રંગ રૂપ આપી દીધું, સફેદ રંગની આ વેનિટી વેન દીકરીઓને ગમતા ગુલાબી રંગ સાથે રંગવામાં આવી, સાથે જ તેના ઉપર દીકરીને લગતા સંદેશ પણ લગાવવામાં આવ્યા, આ બસમાં દીકરીને બેસાડી સુરતના મોટાભાગના વિસ્તારમાં પણ ફેરવવામાં આવી, એ રીતે તેમને સમાજને પણ એક ઉમદા સંદેશ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં દીકરીના વધમાણાંની ઉજવણી કરવાના આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યા છે અને લોકો પણ તેમના આ કાર્યની પ્રસંશા કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ગોવિંદભાઇ ધોળકિયા સુરતના એક અગ્રણી હોરા કારોબારી છે. આ ઉપરાંત તે સામાજિક સેવાકીય કાર્યો માટે પણ જાણીતા છે.

Niraj Patel